મતદાન / પુન : મતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓનો ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણવા બાબત
મતદાન / પુન : મતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓનો ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણવા બાબત
ગ્રામ પંચાયત ચૂંટણીના બીજા દિવસે એટલે 20 ડિસેમ્બર સોમવારની on-duty ગણવા બાબત.
મતદાન / પુન : મતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓનો ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણવા બાબત શ્રીમાન મહોદયા , ઉપર્યુક્ત વિષય અન્વયે આજ્ઞાનુસાર જણાવવાનું કે , ગ્રામપંચાયતોની સામાન્ય / વિભાજન / મધ્યસત્ર / પેટા ચૂંટણી યોજવા અંગે આયોગે તા.૨૨-૧૧-૨૧ના રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે . કાર્યક્રમ અનુસાર ઉક્ત ચૂંટણીઓની મતદાનની તારીખ.૧૯-૧૨-૨૧ ( રવિવાર ) , પુનઃમતદાનની ( જો જરૂરી હોય તો ) તારીખ.૨૦-૧૨-૨૧ ( સોમવાર ) અને મતગણતરીની તારીખ.૨૧-૧૨-૨૧ ( મંગળવાર ) છે . સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રીસીવીંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોપવા માટે પહોચતા હોય છે . સાંપ્રત કોવિડ -૧૯ મહામારીની પરિસ્થિતિમાં કેટલાક કિસ્સામાં મતદાન ટુકડીઓને તબકકાવાર રીસિવિંગ સેન્ટર પર પહોંચતાં વિલંબ થવા પણ સંભવ છે . આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવામાં મુશ્કેલી રહે તે બાબત ધ્યાને લઈ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેઓની મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાનું રહેશે નહીં . જયાં પુન : મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્સામાં તેઓને ફરજ પર હાજર ( ON DUTY ) ગણવાના રહેશે . જયાં પુન : મતદાન યોજાય
• તેવા કિસ્સામાં જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્સામાંં ઉપર્યુક્ત સૂચનાઓ લાગુ પડશે . અલબત્ત આ સમયગાળા માટે કોઈ વધારાનું ભથ્થુ આકારી શકશે નહીં . ઉપર્યુક્ત જણાવેલ વિગત અંગેની સૂચના આપની કક્ષાએથી સંબંધિત ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને તથા સંબંધિતોને આપવા વિનંતી છે .
મતદાન / પુન : મતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓનો ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણવા બાબત