નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત . સંદર્ભ : MoE , ભારત સરકારના DO.No.1-4 / 2021 - IS.8 તા.23-09-2021 સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે આપશ્રીને જણાવવાનું કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા , મુક્ત વિચારશૈલી , વૈચારિક સમજણ અને અધ્યયન પધ્ધતિઓના વિકાસ પર ભાર મૂકે છે . આ દ્રષ્ટિકોણ તરફના પ્રયાસરૂપે , સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE ) દ્વારા IIT ગાંધીનગરના સહયોગથી ' એકલવ્ય ' શ્રેણી શરૂ કરવામાં આવી રહી છે . ' એકલવ્ય ' એ એક ઓનલાઈન ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક કાર્યક્રમ છે જેમાં વિવિધ પ્રવૃત્તિઓ , પ્રોજેક્ટ અને મોડેલનો સમાવેશ થાય છે . જે વિષય - વસ્તુની વૈચારિક સમજણ વિકસાવવામાં મદદ કરે છે . આ ઉપરાંત , વિચાર પ્રેરક પ્રશ્નો અને એસાઇનમેન્ટ કે જે સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને મુક્ત વિચારશૈલી , સર્જનાત્મકતા વિક્સાવવા અને પ્રેરણાદાયી DIY ( સ્વ - પ્રવૃત્તિ -Do It Yourself ) પ્રોજેક્ટ વિડીયો તૈયાર કરવા માટે પ્રેરણા આપે છે . આ શ્રેણી શિક્ષકો અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રકૃતિ અને ક્ષમતાઓથી સજ્જ કરવામાં મદદ કરશે .
' એકલવ્ય ' કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ નીચેની સૂચના મુજબ ભાગ લઇ શકશેઃ 1. ' એકલવ્ય ' કાર્યક્રમ અંતર્ગત ધોરણ વાર અભ્યાસક્રમ મુજબ વિજ્ઞાન અને ગણિત વિષયની વિવિધ શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે . તેથી , તમામ વિદ્યાર્થીઓ આ તકનો અચૂક લાભ લેવા રજીસ્ટ્રેશન કરી શકે છે . 2. ' એકલવ્ય ' શ્રેણી અંતર્ગત શિક્ષકો હોમવર્ક સબમિટ કરીને આ કોર્ષને સફળતાપૂર્વક પૂર્ણ કરે તો તે શિક્ષક ક્ષમતા નિર્માણ માટેના તાલીમ કાર્યક્રમના 30 કલાકની સમકક્ષ ગણવામાં આવશે . 3. કોર્ષ પૂર્ણ કર્યા બાદ સ્વેચ્છાએ પ્રમાણપત્રમેળવવા ઇચ્છતા હોય તેમણે નિયત ફી ચૂકવીને પ્રમાણપત્ર મેળવી શકાશે . 4. આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેનો વિશ્વવ્યાપી કાર્યક્રમ PISA ( Programme for International Student Assessment ) અંતર્ગત ગુજરાત રાજય પણ ભાગ લેવા જઇ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમ PISA અંતર્ગત સારા પ્રદર્શન માટે મદદરૂપ થશે . 5. રજીસ્ટ્રેશન માટેની Url : https://eklavya.iitgandhinagar.ac.in/static/ 6. ઉપરોક્ત લીંક પર જવાથી રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે , જેની નકલ આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે . 7. આ સાથે સામેલ રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવ્યા મુજબ First Name ફિલ્ડમાં શિક્ષકના નામની જગ્યાએ શિક્ષકનો કોડ ( એટેન્ડન્સ અને ટીચર પોર્ટલ મુજબ ) તેમજ School / College ફિલ્ડમાં શાળાના નામની જગ્યાએ શાળાનો UDISE કોડ ( 11 Digit ) લખવાનો રહેશે . આથી આપના તાબા હેઠળની તમામ શાળાઓના ગણિત - વિજ્ઞાન શિક્ષકોને ઉપરોક્ત કાર્યક્રમમાં અચૂક ભાગ લે તે સુનિશ્ચિત કરવા આપની કક્ષાએથી યોગ્ય આદેશ તથા સમીક્ષા કરવા જણાવવામાં આવે છે .
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત