ધોરણ 9 થી 12 ની નવી પેપર સ્ટાઈલ બાબત શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ લેટર
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 9 થી 12 ની શાળાકીય પરીક્ષાઓ બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ -9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત લેટર તારીખ- ૨૯-૧૧-૨૦૨૧
ધોરણ 9 થી 12 ની નવી પેપર સ્ટાઈલ બાબત શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ લેટર
ધોરણ 9 થી 12 ની નવી પેપર સ્ટાઈલ બાબત શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ લેટર
શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ -9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત . સંદર્ભ : - 1 ) અત્રેનો પત્રક્રમાંક : મઉમશબ / સંશોધન / 2021 / 4341-84 , તા .08 / 09 / 2021 2 ) અત્રેની સિંગલ ફાઈલ પર સરકારશ્રીની મળેલ મંજૂરી . શ્રીમાન , સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ- ( 1 ) દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ - 2021-22 માટે સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક સત્રના દિવસો , પરીક્ષાની તારીખની વિગતો , પરીક્ષા અંગેની સૂચનાઓ , વેકેશનના દિવસો , જાહેર રજાઓની વિગતો તેમજ બોર્ડની પરીક્ષાની તારીખની વિગતો તેમજ શૈક્ષણિક વર્ષ - 2021-22માં માટે ધોરણ -9 થી 12 ના અભ્યાસક્રમ અંગેની સૂચનાઓ અત્રેની કચેરી દ્વારા મોકલી આપવામાં આવેલ છે . ઉક્ત પત્રમાં શૈક્ષણિક વર્ષ - 2021-22માં લેવાનાર પરીક્ષાની પદ્ધતિ બાબતે પણ સૂચનાઓનો સમાવેશ કરેલ છે . વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડી શકાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ - 2021-22માં ધોરણ -9 થી 12 ની પરીક્ષાની પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે . જેનો અમલ નીચે દર્શાવ્યા મુજબ કરવાનો રહેશે . “ ધોરણ -9 , 10 , 11 ( વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ ) , 12 ( સામાન્ય પ્રવાહ ) માં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 % અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 % જેટલું નિયત કરેલ હતું . જેમાં ફેરફાર કરીને હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 % અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70 % જેટલું રાખવાનું નિયત કરવામાં આવે છે . ધોરણ -9 , 10 , 11 ( વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ ) , 12 ( સામાન્ય પ્રવાહ ) ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ ઉતરવહીમાં જ લખવાના રહેશે , જેમાં OMR નથી . માત્ર ધોરણ -12 ( વિ.પ્ર . ) માં 50 % MCQ ( Multiple Choice Questions ) ( OMR પદ્ધતિ ) અને 50 % વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે . આ ઉપરાંત ધોરણ -9 થી 12 ના પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે . " ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉક્ત ફેરફારોને અનુસંધાને ધોરણ -9 થી 12 માટે પ્રકરણદીઠ ગુણભાર અને પ્રશ્નપત્રનું માળખુ અને પરિરૂપની
વિગતોની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે . ઉપરોક્ત બાબતનો અમલ જાન્યુઆરી -2022 માં લેવાનાર ધોરણ -9 અને 11 ની દ્વિતીય કસોટી , ધોરણ -10 અને 12 ની પ્રિલીમ પરીક્ષા અને ધોરણ 9 અને 11 ની શાળાકીય વાર્ષિક પરીક્ષામાં તેમજ ધોરણ -10 અને 12 ની બોર્ડ દ્વારા યોજાતી વાર્ષિક પરીક્ષામાં કરવાનો રહેશે . જેની નોંધ લેશો . ઉક્ત તમામ વિગતો આપના તાબાની માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે .
ધોરણ 9 થી 12 ની નવી પેપર સ્ટાઈલ બાબત શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ લેટર
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેમના પેપરની સ્ટાઇલ શિક્ષણ વિભાગ દ્વારા કેવી રીતે ફેરફાર કરવામાં આવે છે તે બાબતને વિવિધ માહિતીનું સંકલન કરે એ મૂકવાનો પ્રયત્ન કરે છે અને જે વિગતો આવશે તે અપડેટ કરવામાં આવશે તમામ વિદ્યાર્થી સુધી માહિતીપ્રદ જોગની પ્રથમ હોય તો બાળકો સુધી આ લાભ મળે તેવા પ્રયત્ન કરજો આપણી આસપાસ ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય અથવા તો ધોરણ 10ની અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અથવા અગિયારમા ધોરણમાં ભણતા હોય અથવા તો બારમા ધોરણમાં આવતા હોય એવા કોઈપણ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ ને એવી માહિતી આપજો અને આ બાબતની જાણ કરજો કે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર થઈ શકે છે અને તે બાબતે અહીં મૂકવામાં આવે છે તેનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરી અમારી વિવિધ ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 317 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તેવા ગ્રુપમાં જોડાયેલા રહેવું અને વિવિધ માહિતી છે
ધોરણ 9 થી 12 ની નવી પેપર સ્ટાઈલ બાબત શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ લેટર