આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત
“ આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત . સંદર્ભઃ- ( ૧ ) ગુજરાત શૈક્ષણિક સંસોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરનો પત્ર ક્રમાંકઃ - સીઇઆરટી / Kala Itsav / ૨૬૦૧-૬૩ , તા .૩૦ / ૦૯ / ૨૦૨૧ ( ૨ ) NCERT ના CIET વિભાગ ન્યુ દીલ્હીનો તા . ૨૩/૦૯/૨૦૨૧ ના રોજનો પત્ર . ..... ઉપર્યુકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે , “ આઝાદી કા અમૃત મહોત્સવ " ભારત સરકાર દ્વારા પ્રગતિશીલ ભારતની આઝાદીના 75 વર્ષ તેની સંસ્કૃતિ , સિધ્ધિઓના ગૌરવપુર્ણ ઇતિહાસની ઉજવણી કરવામાં આવી રહી છે . ભારત સરકારના MoE ( Ministry of Education ) ના NCERT દ્વારા MYGoV પોર્ટલ પર ભારતના સ્વતંત્રતા સંગ્રામની લેખન પ્રવૃત્તિના ભાગરૂપે સ્પર્ધાનું આયોજન કરેલ છે . આ ઇવેન્ટનો હેતુ વિદ્યાર્થીઓ સ્વતંત્રતા પહેલા અને પછીના સમયમાં વ્યક્તિગત રીતે મહત્વનું યોગદાન આપનાર ભારતના સ્વાતંત્રય સંગ્રામના સ્થાનિક નાયકો અને તેમના યોગદાનને યાદ રાખે તે છે . ૮ ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં પ્રવૃત્તિઓ માટે નિબંધ , કવિતા , વાર્તા કહેવી , પોસ્ટ સ્કેચ સ્પર્ધા MYGoV પોર્ટલ પર આયોજિત છે . સ્પર્ધા માટે ધોરણ -૬ થી ૮ ના વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે . રજીસ્ટ્રેશન અને વધુ વિગત માટે Link : https://innovateIndia.mygov.in/azadi-ka-amrit-mahotsav part2 / આપેલ છે . લિંક પર એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 5 ઓકટોબર છે . સદર બાબતે સંદર્ભિત પત્રને ધ્યાને લઇ આપના હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓને આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા આથી જણાવવામાં આવે છે .
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત