બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત

Join Whatsapp Group Join Now

 બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત







મહત્વપૂર્ણ લિંક


લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત


https://project303.blogspot.com/2021/09/badhati-khatakiy-parixa-paripatra.html

https://project303.blogspot.com/2021/09/badhati-khatakiy-parixa-paripatra.html


બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત .  સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે નિયત થયેલ સંબંધિત ખાતાકીય પરીક્ષા પાસ કરવી આવશ્યક છે . જે સંદર્ભે ઉક્ત વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) ના ઠરાવથી બઢતી માટેની ખાતાકીય પરીક્ષા અંગેની સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે . ૨ . અનુભવે જણાવેલ છે કે હજુ પણ સચિવાલયના વહીવટી વિભાગો હેઠળના કેટલાંક સંવર્ગોમાં બઢતી માટે ઘડાયેલ ખાતાકીય પરીક્ષા નિયમો ઘણાં જુના છે , તેમજ આ ખાતાકીય પરીક્ષા નિયમો ઘણાં જુના હોવાથી તેમાં ખાતાકીય પરીક્ષા સંદર્ભેની પ્રવર્તમાન જોગવાઈઓનો સમાવેશ થયેલ ન હોય તેવી સંભાવના પણ રહેલી છે . 3 . ઉક્ત બાબતને લક્ષમાં લેતાં , નીચે મુજબની સુચનાઓ આથી પુન : પરિપત્રિત કરવામાં આવે છે . ( ૧ ) જે સંવર્ગોના ભરતી નિયમોમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરવાની જોગવાઈ ન હોય ત્યાં સંબંધિત ભરતી નિયમોમાં ખાતાકીય પરીક્ષા નિયમોની જોગવાઈ દાખલ કરવા અંગેની કાર્યવાહી સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોએ તાત્કાલિક હાથ ધરવાની રહેશે .

( ૨ ) જે સંવર્ગોના ભરતી નિયમોમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરવાની જોગવાઈ થયેલ છે , પરંતુ બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષા અંગેના નિયમો ઘડવામાં આવેલ નથી , તે સંજોગોમાં આ ખાતાકીય પરીક્ષા નિયમો ઘડવા અંગેની કાર્યવાહી સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોએ તાત્કાલિક હાથ ધરવાની રહેશે . ( 3 ) જે સંવર્ગોમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા નિયમો ઘડાયેલ છે , અને જો આ ખાતાકીય પરીક્ષા નિયમો ઘણાં જુના હોય કે આ મૂળ ખાતાકીય પરીક્ષા નિયમોમાં ત્યારબાદ ઘણાં સુધારા - વધારા કરવામાં આવેલ હોય તો આ મૂળ ખાતાકીય પરીક્ષા નિયમો અદ્યતન કરી નવેસરથી પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોએ તાત્કાલિક હાથ ધરવાની રહેશે . 


બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત


 બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત

બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR