મારું વજન વધુ કહેવાય કે ઓછું ? આવા ઘણા ને પ્રશ્નો હોય... જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન યોગ્ય કહેવાય... સાથે જાણો વજન વધવા ઘટવાના તમામ કારણો

Join Whatsapp Group Join Now

 મારું વજન વધુ કહેવાય કે ઓછું ? આવા ઘણા ને પ્રશ્નો હોય... જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન યોગ્ય કહેવાય... સાથે જાણો વજન વધવા ઘટવાના તમામ કારણો

મહત્વપૂર્ણ લિંક

વજન વિશે સંપૂર્ણ માહિતી આપતી પીડીએફ અહીંથી ડાઉનલોડ કરો

મારું વજન વધુ કહેવાય કે ઓછું ? આવા ઘણા ને પ્રશ્નો હોય... જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન યોગ્ય કહેવાય... સાથે જાણો વજન વધવા ઘટવાના તમામ કારણો

મેદવૃદ્ધિ ( જાડાપણું ) તંદુરસ્ત વ્યકિતનું આદર્શ વજન કેટલું હોવું જોઇએ ? ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે “ મારું વજન કેટલું હોવું જોઇએ ? ” અથવા મારું વજન નોર્મલ કહેવાય કે વધારે ? ” સામાન્ય રીતે જે તે સમુદાયમાં રહેતા તંદુરસ્ત લોકોના વજનની સરેરાશ કાઢીને આદર્શ વજન નકકી કરવામાં આવે છે . પરંતુ આ રીતે નકકી કરેલું વજન દેશ , વિસ્તાર , સમુદાય પ્રમાણે બદલાય છે અને કેટલાક દેશોમાં ઘણાં બધા લોકોનું વજન જોઇએ તે કરતાં વધારે હોય તો એ દેશમાં વજનની સરેરાશ પણ વધારે આવે . આરોગ્યની દૃષ્ટિએ આદર્શ વજનથી ૨૦ ટકા વધુ વજન ઘરાવતી વ્યક્તિને મેદવૃદ્ધિ ( ઓબેસિટિ ) નો રોગ છે એવું કહી શકાય . જો કે આ નિદાન કરતાં પહેલાં ચરબી સિવાયના અન્ય વજન વધવાનાં કારણો ( દા.ત. શરીરમાં પાણીનો ભરાવો ) નથી એની ખાતરી કરી લેવી પડે છે . પુખ્ત વયની ઉંમરના માણસોના વજનનો સીધો આધાર તેમની ઊંચાઇ પર રહેલો હોય છે . દરેક ઊંચાઇ માટેનું સરેરાશ વજન બદલાય અને ઊંચાઇની સાથે વધે . એટલે આદર્શ વજન જાણવા માટે પહેલા ઊંચાઇ જાણવી જરૂરી છે . વજન નોર્મલ છે કે નહીં તે નક્કી કરવા માટે બોડી માસ ઇન્ડેકસ ( B.M.L. ) નામની ફોર્મ્યુલા વાપરવામાં આવે છે . આ ફોર્મ્યુલા પ્રમાણે વ્યક્તિના વજન ( કિ.ગ્રા . ) ને એની ઊંચાઇ ( મીટર ) ના વર્ગથી ભાગતાં જે આંક મળે તે બોડી માસ ઇન્ડેકસ ( B.M.L. ) તરીકે ઓળખાય છે . આ બોડી માસ ઇન્ડેકસ ( B.M.L. ) ભારતીય લોકો માટે ૧૮ થી ૨૩ ની વચ્ચે હોવો જોઇએ . જો આ ઈન્ડેકસ વજન ( કિ.ગ્રા ) ભાગ્યા ઊંચાઇ ( મીટર ) નો વર્ગ પચ્ચીસથી વધુ આવે તો વ્યક્તિ મેદવૃદ્ધિનો ભોગ બની છે એવું કહી શકાય . એકદમ જાડા અંદાજ માટે આથી પણ સરળ ( પરંતુ ઓછી સચોટ ) રીત છે . તમારી ઊંચાઇ સેન્ટિમીટરમાં માપો અને એ પછી એમાંથી ૧૦૦ બાદ કરી નાખો . બસ જે જવાબ આવે એટલા કિલોગ્રામથી વધારે તમારું વજન ન હોવું જોઇએ . એટલે કે ૧૭૦ સે.મી. ઊંચાઇવાળી વ્યક્તિનું વજન ૭૦ કિ.ગ્રા . થી વધુ ન હોવું જોઇએ . કોષ્ટકમાં દર્શાવેલ મહત્તમ વજન કરતાં આ રીતે મેળવેલ વજન થોડું ઓછું આવે છે . પણ યાદ રાખવા માટે આ રીત ખૂબ જ સરળ છે અને થોડું ઓછું વજન ઉપરની મર્યાદા માટે નક્કી કર્યું હોય તો વ્યક્તિ પહેલેથી જ ચેતી જઇને મેદવૃદ્ધિ થતી અટકાવી શકે છે .

ઇ.સ. ૨૦૦૪ ના વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ પ્રમાણે વિશ્વમાં આશરે એક અબજ લોકો વધુ વજન ધરાવે છે . એટલે આખા વિશ્વના છઠ્ઠાભાગના લોકો અને વિકસિત દેશોમાં આશરે ત્રીજા ભાગના લોકો જાડા છે એવું કહી શકાય . ભારતમાં જાડા લોકોનું પ્રમાણ કેટલું છે એના આંકડા ઉપલબ્ધ નથી પરંતુ શહેરમાં બેઠાડુ જીવન જીવનારાઓમાંથી આશરે ૩૦ ટકા જેટલા પ્રમાણમાં જાડી વ્યક્તિઓ મળે તો નવાઈ નહી . સાથેનાં કોષ્ટકમાં દરેક ઊંચાઇની વ્યકિત માટે આદર્શ વજન અને મહત્તમ વજનનું કોષ્ટક આપેલું છે . ઊંચાઇ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજનનું કોષ્ટક આદર્શ વજન 

https://project303.blogspot.com/2021/08/health-tips-healthy-foods.html

મારું વજન વધુ કહેવાય કે ઓછું ? આવા ઘણા ને પ્રશ્નો હોય... જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન યોગ્ય કહેવાય... સાથે જાણો વજન વધવા ઘટવાના તમામ કારણો

https://project303.blogspot.com/2021/08/health-tips-healthy-foods.html

https://project303.blogspot.com/2021/08/health-tips-healthy-foods.html

મારું વજન વધુ કહેવાય કે ઓછું ? આવા ઘણા ને પ્રશ્નો હોય... જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન યોગ્ય કહેવાય... સાથે જાણો વજન વધવા ઘટવાના તમામ કારણો

મારું વજન વધુ કહેવાય કે ઓછું ? આવા ઘણા ને પ્રશ્નો હોય... જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન યોગ્ય કહેવાય... સાથે જાણો વજન વધવા ઘટવાના તમામ કારણો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR