જી શાળા વિશે જાણવા લાયક માહિતી તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સુધી પહોંચાડો.
મહત્વપૂર્ણ લિંક
G - SHALA APP જાણીએ ....... G. SHALA એ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠા ઉચ્ચ સ્તરિય શિક્ષણ મેળવી શકશે . શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી જી - શાળા એપ્લિકેશનની મદદથી વિદ્યાર્થીઓ અત્યાધુનિક શિક્ષણ મેળવી શકશે . આ એપ્લિકેશનમાં 2 ડી અને 3 ડી એનિમેટેડ વિડીયો પણે અપલોડ કરાયા છે . જેથી હવે વિદ્યાર્થીઓ ભણવા બેસશે ત્યારે તેમની સામે શબ્દો બોલશે અને આંકડાઓ નાચવા લાગશે . આ એપનો ઉપયોગ વિદ્યાર્થીઓની સાથે શિક્ષક પણ કરી શકશે.શિક્ષણ વિભાગના ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા ધોરણ -1 થી 12 ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહો સહિતના તમામ વિષયો માટેના ઈ - કન્ટેન્ટ સાથે એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જી - શાળા ( ગુજરાત ટુડન્ટ્સ હોલિસ્ટીક એડેપ્ટીલ લર્નિંગ એપ ) તૈયાર કરવામાં આવી છે . આ એપ પર મુકવામાં આવેલો ઈ - કન્ટેન્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ મુજબ ગુજરાતી માધ્યમમાં તૈયાર કરવામાં આવ્યો છે .
G - SHALA APP નો વધુમાં વધુ ઉપયોગ કરો . ગુજરાત ટુડન્ટસ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન પર વિદ્યાર્થીને ઈ - કન્ટેન્ટ મળશે શિક્ષણમાં ડિજિટલાઈઝેશન ધો .1 થી 12 ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ માટે જી - શાલા એપ્લિકેશન લોન્ચ કરી છે.જેમાં વિદ્યાર્થીઓને તમામ ધોરણો - તમામ વિષયોનું ઈ - કન્ટેન્ટ મળે છે . સ્માર્ટફોન ધરાવતા ધો .1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ જી - શાલા એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડયુલથી ઘરે બેઠા ભણી શકશે જી - શાલા એપનું પૂરું નામ ગુજરાત વિદ્યાર્થીની સાકલ્યવાદી અનુકૂલનશીલ શીખવાની એપ્લિકેશન છે મારા વ્હાલા બાળકો અને શિક્ષક મિત્રો તથા વાલીઓ માહિતગાર થાય તે હેતુ માટે નો એક નાનકડો પ્રયત્ન ..
G - SHALA APP જાણીએ ....... . જી - શાળા એપ પર 2 ડી -3 ડી એનિમેટેડ વિડીયો અપલોડ કરવામાં આવેલા છે . જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પ્રકરણ સમજી શકશે . ઉપરાંત પ્રકરણને લઈને સંદર્ભ પુરક સામગ્રી પણ મુકવામાં આવી છે . જેથી વિદ્યાર્થીઓને કોઈ પ્રકરણમાં વધુ ઉડી સમજ પડશે . વિદ્યાર્થીઓને સ્વમુલ્યાંકન માટે પ્રશ્નપબેંક પણ આ એપમાં અપલોડ કરવામાં આવી છે . જેથી વિદ્યાર્થી પોતાની રીતે જ કેટલું શિખ્યા તેનું મુલ્યાંકન ઘરે બેસીને કરી શકશે . આ એપ પર વિદ્યાર્થીઓને ડિઝીટલ સ્વરૂપે પાઠ્ય પુસ્તકો પણ મળી રહેશે . વિદ્યાર્થીઓનો શબ્દ ભંડોળ વધે તે માટે એપ પર શબ્દ સંગ્રહો પણ મુકવામાં આવ્યા છે . વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો માટે પણ પુર્વ વર્ગખંડ મોડ્યુલ , હોમવર્ક મોડ્યુલ અને વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ માપન ડેશબોર્ડ જેવી સુવિધાઓ પણ આ એપમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે . આ ઉપરાંત સમગ્ર ઈ - કન્ટેન્ટ અધ્યયન નિષ્પતિ આધારીત છે . જેમાં વિદ્યાર્થીઓને ઈન્ટરેક્ટિવીટી , પ્રાયોગીક સિમ્યુલેશન અને સ્વતંત્ર રીતે સ્વ - અધ્યયન તેમજ સ્વ - મુલ્યાંકન સાથે સાથે પોતાની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરી તેમાાં સુધારો કરવાની પણ પુરતી તકો મળી રહે છે
G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો ? .સૌ – - પ્રથમ પ્લે – સ્ટોરમાંથી ઉ– SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે ) 2.એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો 3.એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિપ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે ” સાઈન અપ ” લખેલ હશે ત્યાં ક્લિક કરો 4.સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિપ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે . 5.સૌ – પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો 6.ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો 7.ત્યારબાદ નીચે ” વિગતો મેળવો ” નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે 8.હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે 9.યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે . 10.હવે નીચે આપેલ કેપ્યા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન “ સાઈન અપ ” પર ક્લિક કરો 11.હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિપ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે 12.હવે ફરીથી તમારે તમારો તે જ મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે લખો અને કેપ્યા કોડ એન્ટર કરશો એટલે તમારી G – SHALA એપ્લિકેશન શરું થઈ જશે
જી શાળા વિશે જાણવા લાયક માહિતી તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સુધી પહોંચાડો.