એસટીપી ( ૧૨ માસ ) હોમ લર્નિગ શરુ કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એસટીપી ( ૧૨ માસ ) હોમ લર્નિગ શરુ કરવા બાબત
એસટીપી ( ૧૨ માસ ) હોમ લર્નિગ શરુ કરવા બાબત .. સંદર્ભ : માન . એસપીડીશ્રીની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે સમગ્ર શિક્ષા AR & VE શાખા અંતર્ગત ૬ થી ૧૮ વર્ષની વયજુથના ધોરણ -૧ થી ૧૨ ના વિધાર્થીઓના સર્વેનામાંકન જેમાં ખાસ કરીને શાળા બહાર રહેલ બાળકોના નામાંકન , હાજરી , સ્થાયીકરણ માટે જુદી - જુદી યોજનાઓના માધ્યમથી પ્રક્રિયા કરવામાં આવે છે . Right To Education Act - ૨૦૦૯ ના પ્રકરણ -૨ , કલમ -૪ ની જોગવાઇ મુજબ ૬ થી ૧૪ વર્ષની વયજુથના શાળા બહારના બાળકોને તેમની વયકક્ષા મુજબની ક્ષમતા સિધ્ધા થાય તે માટે વયકક્ષા મુજબના ધોરણમાં નામાંકન કરાવ્યા બાદ મીનીમમ લેવલ ઓફ લર્નિગ પ્રાપ્ત કરે તે માટે ખાસ તાલીમ લેવાનો અધિકાર છે . આ માટે અગાઉના વર્ષોમાં સર્વેમાં મળેલ બાળકોનુ શાળાના સમયે અને શાળામાં વયકક્ષા મુજબના ધોરણમાં નામાંકન કરાવ્યા બાદ એસ.એમ.સી. દવારા બાળમિત્રની કામ - ચલાઉ ધોરણે માનદ - વેતનથી પસંદગી કરી ખાસ તાલીમ વર્ગો શરુ કરવામાં આવેલ છે . વર્ષ ૨૦૨૦-૨૧માં કોવીડ -૧૯ ની પરિસ્થિતિના કારણે શાળા બહારના વિધાર્થીઓ જેમની પાસે મોબાઇલ કે ટી.વી.ન હતા તેવા ગ્રામ્ય અને શહેરી સ્લમ વિસ્તારના વિધાર્થીઓ માટે હોમ - લર્નિગ કાર્યક્રમ ચલાવવામાં આવેલ હતો . ગત વર્ષની જેમ હાલ રાજ્યમાં કોવિડ -19 મહામારીના કારણે શાળાઓ બંધ છે . શાળાઓ બંધ હોવાના કારણે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગ શરૂ કરવામાં આવેલ નથી . વર્ષ 2021-22ના સર્વેમાં મળેલ શાળા બહારના બાળકોનું શૈક્ષણિક પુન : વસન થાય તે માટે 6 થી 8 વયજૂથના 19942 શાળા બહારના બાળકોને શાળામાં વયને અનુરૂપ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે , જયારે 9 થી 14 વર્ષની વયજુથના કુલ 22740 નવા બાળકો મળેલ છે તો આ બાળકો માટે હોમ લર્નિંગ શરૂ કરવાનું થાય છે . ( બિડાણ -1 )
આ માટેની વિગતો નીચે મુજબની છે . ૧. તમામ બાળકોને નજીકની શાળામાં વયકક્ષા મુજબના ધોરણમાં નામાંકન કરાવીએ . ૨. જે બાળકોને ખાસ તાલીમની જરુર નથી તેવા બાળકોને અલગ તારવી વયકક્ષા મુજબના ધોરણમાં સીધો પ્રવેશ અપાવીએ . . . . વર્ષ 2021-22માં એસ.ટી.પી હોમ લવિંગ શરૂ કરવા અંગેની મહત્ત્વની સુચનાઓ નીચે મુજબની છે . વર્ષ 2020-21માં નવા સર્વેમાં મળેલ શાળા બહારના બાળકોને હોમ લર્નિના કરાવવાનું રહેશે . બાળમિત્રોએ વર્ગમાં ઓછામાં ઓછા 5 બાળકો માટે હોમ લર્નિગ કરાવવાનું રહેશે . 5 વી ઓછા બાળકો હોય તો બાળકોને શાળામાં વયને અનુરૂપ ધોરણમાં પ્રવેરા અપાવવાનો રહેશે . હોમ લર્નિંગ કરાવવા માટે વાલી સંમતિ અવશ્ય મેળવવાની રહેશે . જે બાળકો પાસે યાંત્રિક ઉપકરણોની સુવિધા ન હોય તેવા બાળકોને પ્રાથમિકતા આપવાની રહેશે . શાળા કક્ષાએ ઉપલબ્ધ શૈક્ષણિક સાહિત્યનો તેમજ એસ . ટી . પી ના સાહિત્યનો ઉપયોગ કરવાનો રહેશે . હોમ લર્નિંગનો સમય ગાળો સવારે 9.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીનો રાખવાનો રહેશે . બાળમિત્રોની પસંદગી સ્થાનિક કક્ષાએથી એસ.એમ.સી દ્વારા કરવાની રહેશે . બાળમિત્રની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ 12 પાસે હોવી જોઇરો . બાળમિત્રને માસિક મહેનતાણું રૂ .5000 / - મળવા પાત્ર રહેશે . બાળમિત્રોએ દૈનિક નોંધપોથી , રજીસ્ટર , હાજરી પત્રક , વિઝીટ બુક , વાલી સંપર્ક રજીસ્ટર , નિભાવવાનું રહેશે . બાળમિત્રોએ હોમ લર્નિગની દરરોજની કરેલ કામગીરીની નોંધ દૈનિક નોંધપોથીમાં માસવાર નિભાવવાની રહેશે અથવા ફુલસ્કેપની નોટબુકમાં માસવાર કરેલ કામગીરીની નોંધ કરવાની . G બાળમિત્ર પાસે સ્માર્ટફોન હોવો ફરજીયાત છે . એક બાળમિત્ર એક જ હોમલર્નિગ વર્ગ ચલાવી રાકશે . આ અંગે જિલ્લા કક્ષાએથી જવાબદારી નકકી કરવાની રહેશે . જિલ્લા અને તાલુકા કક્ષાએથી સઘન અને અસરકારક મોનિટરીગ કરવાનું રહેશે . રાજ્ય સરકારની કોવિડ -19 અંગેની તમામ પ્રકારની ગાઇડલાઇનને ફરજિયાત અનુસરવાનું રહેશે . બાળકોને ઘરે ટી.વી હોય તો વંદે માતરમ ચેનલ , ડી.ડી. ગિરનાર પર આવતા રૌ ક્ષણિક કાર્યો ને વિશે માર્ગદર્શન આપવાનું રહેશે . વર્ષ : 2021-22માં મંજુર થયેલ નાણાકીય જોગવાઇમાંથી ફક્ત બાળમિત્રના મહેનતાણાનો અને સ્ટેશનરી ( 6 નોટ , પેસિલ 12 નંગા , 6 નંગ રબર , 6 નંગ સંચો , કંપાસ બોન -1 ,
બેગ -1 વગેરેની ) રૂ .250 / - બાળક દીઠ જોગવાઇ સિવાય અન્ય કોઇ ખર્ચ કરવાનો રહેશે નહિ . તે સિવાય અન્ય કોઇ એક્ટીવીટી માટે ખર્ચ કરી શકાશે નહી . એસ.એમ.સી. દવારા પસંદગી કરવામાં આવેલ બાળમિત્રોની તા .28.6.2021 થી . તા .8.7.2021 સુધીમાં કુલ 10 દિવસની તાલીમનું આયોજન જિલ્લા કક્ષાએથી કરવાનું રહેશે . આ તાલીમ કોવિડ -૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લેતા ઓન - લાઇન કરવાની રહેશે.તાલીમનું સમયપત્રક આ સાથે બિડાણ -૨ માં સામેલ છે . આ તાલીમમાં માસ્ટર ટ્રેનર્સ તરીકે એસ.આર.જી , બી.આર.જી , સી.આર.જી અને બી.આર.પીને તજજ્ઞ તરીકે બોલાવવાના રહેશે . તજજ્ઞને એક દિવસની તાલીમમાં રૂ .500 / - ( બે કલાક્ના ) મહેનતાણું ચૂકવવાનું રહેશે . તા . 1.7.2021 થી રાજયમાં હોમ લર્નિગના વર્ગો શરુ કરવાના રહેશે . રાજયમાં શેલ્ટર હોમ , ચિલ્ડ્રન હોમ , ઓન્ઝર્વેશન હોમ , બાળ સંરક્ષણ ગૃહ , નારી સંરક્ષણ ગૃહ વગેરે જેવી સંસ્થાઓમાં તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો માટે સંસ્થામાં જ તા .1.7.2021 થી અગાઉની સુચના મુજબ જ એસટીપી વર્ગ ચલાવવાના રહેશે . વર્ષ : 2021-22ના એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટમાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ( 12 માસ ) નોન રેશિડૅસિયલ ( ફ્રેશ ) અંતર્ગત 22740 બાળકોના રૂ .6000 / - લેખે ૭ માસ માટે બજેટ મંજૂર થયેલ છે .
એસટીપી ( ૧૨ માસ ) હોમ લર્નિગ શરુ કરવા બાબત