વાવાઝોડાને લગતા રમૂજી ટૂચકા હળવી રમૂજ ગુજરાતી જોક્સ.
--------------------------------------------
--------------------------------------------
નારાયણ....નારાયણ...
પ્રભો,અદ્ભૂત છે આપની લીલા...
બે વર્ષથી ઘરમાં ગોંધાઈ રહેલા લોકો જે lockdown ના કારણે હિલ્લસ્ટેશને ફરવા નહોતા જી શકતા..
એમને તમે હિલ્સ્ટેશન ના વાતાવરણની home delivery કરી...
આપની લીલા અપરંપાર છે
નારાયણ...નારાયણ..
પાછા માસ્ક ખોલી ખોલીને માટીની સુગંધ લેવા નીકળી ના પડતા...
આપણે કોરોના સામે લડવાનું છે વાવાઝોડા સામે નઈ..
પત્ની: હું ઘરમાં જ છું તો પણ તમે મને વીડિયો કૉલ કેમ કર્યો?
પતિ: છોકરાઓએ જીદ કરી કે વાવાઝોડું જોવું છે.
આપણા અને વાવાઝોડા માં કઈ ફરક નથી..
દીવ તરફ જતી વખતે બધા ની speed 170 જ હોય છે.
આકાશમાં -- વીજળી,
જમીન પર -- કોરોના,
પાતાળમાં -- ધરતીકંપ,
દરિયામાં -- વાવાઝોડું અને
ઘરમાં -- પત્ની છતાં
મારી "આરોગ્ય સેતુ" એપ
બતાવે છે કે
તમે સલામત છો..!
હાસ્યમેવ જયતે
*ભીખાને એના સાસરેંથી ફોન આવ્યો..તમારેં વાવાઝોડાની અસર કેવીક છે*..?
*ભીખો:- છેક હવે પચીસ વરસે પૂછો છો*..?
વાવાઝોડા દરમિયાન
40-50 કિલો વજન વાળા એ બહાર નિકળવુ નહીં ગોતવા કોઈ આવસે નઈ
સાવધાન
ગુજરાતમાં અગાઉ આવેલ મોટાભાગના વાવાઝોડા
સોમનાથ આવતા તો મહાદેવને મળીને ,
પોરબંદર આવતા તો સુદામાને મળીને,
દ્વારિકા આવતા તો કાળિયાઠાકરને મળીને....
પાછાં વળી ગયા હતા.
પણ
આ વખતે દિવ થઈને આવે છે...
સાચવજો હો..
દીવ થી પેગ મારી ને સૌરાષ્ટ્રમાં આવે છે.(તોકતે)
કઈ બ્રાન્ડનો પીધો એનાં પર તીવ્રતાનો આધાર રહેશે,
જો દેશી પીધો હશે તો ધમરોળી નાખશે.
સોડા તૈયાર રાખજો, કદાચ વાવાઝોડામાં એકાદ પેટી દિવથી ઉડીને સીધી તમારા ફળિયામાં પડે.
બે દિવસ પહેલા કોકે મને લીન્ક મોકલી
વાવાઝોડું કઇ દિશામાં છે તે જાણવા ક્લિક કરો
મે કર્યુ તો ઘરમાં જ ફરતું હતું
વાવાઝોડું હજી તો ગુજરાત ની બાર છે . હજી તો એ ગુજરાતની બોર્ડર પર આવશે ત્યાં તેનો RTPCR રીપોર્ટ થાશે જો નેગેટિવ હશે ને તે તંદુરસ્ત હશે તો જ અને ગુજરાતની અંદર પ્રવેશવા દેવામાં આવશે.
આજે સાંજે બધા એ દરિયા બાજુ મોઢું રાખી જોર થી ફૂંક મારવા ની છે....
જેમ થાળી વગાડવાથી કોરોના ડરી ગયો તો એમ વાવાજોડું પણ હટી જશે...
ફૂંકશે ગુજરાત..
તો બચશે ગુજરાત..
સવારે એક વરસ નો ટેણીયો તાઉતે તાઉતે કરતૉ આવ્યો.. !!!!
મે કીધૂ આનેય વાવાજોડા ની ખબર લાગે છે
તો એની મા કે , એને ભૂખ લાગી છે એટલે ખાવૂ છે ખાવૂ છે એમ કહે છે !!!!
વાવાઝોડા ની આગાહી પ્રમાણે
કોઈ એ બે ત્રણ દિવસ ઢીલી કે બહુ ખુલ્લી ચડ્ડી પહેરવી નહિ
બહાર સુકાતી તમારી ચડ્ડી ને ઘર ની અંદર લઈ જાઓ.
જો તમારો ચડ્ડી કોઈ બીજાના ઘરે થી મળશે, તો ખોટા વિવાદો થશે.
##ચક્રવાત...
*વાવાઝોડા ની આગાહી પ્રમાણે*
*ધોતિયા અને લૂંગી*
પહેરવા પર પ્રતિબંધ જાહેર
થાય તેવી સંભાવના..
#ખતરનાક વાવાઝોડું..
વાવાઝોડા ની સૌથી વધુ અસર TV અને WHATS APP માં જોવા મળી ... દરિયાકાંઠે બહુ વાંધો નથી ...
પત્ની એ...
રસોડામાં થી બુમ પાડી...
"સાંભળો છો"
વાવાઝોડું આવે તો મને બોલાવજો... હો...
મનમાં વિચાર આવ્યો...
કે..
આ આવું કેમ કહે છે ??
પછી યાદ આવ્યું...
કે...
લોહા હી લોહે કો કાટતા હૈ...!!!
શુ કુદરત તારા ઉલ્ટા સીધા દાવ છે...
હમણાં હવા માટે દોડાવ્યા હતા,
હવે હવાથી બચવા દોડાવી રહ્યા છે.
ઘરમાં રહો તો ભૂકંપ..... અગાસી ઉંપર જાવ તો વાવાજોડું...... બહાર જાવ તો કોરોના..... કઈ સમજાતું નથી રેવું ક્યાં..
દીવથી નીકળેલું આ વાવાઝોડું આબુમાં ખતમ થશે સીધે સીધો સંબંધ જણાઈ આવે છે
ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખાશે , લોકડાઉનમાં માણસ ઘરે રહીને બબ્બે વાવાઝોડાનો મુકાબલો કરતો હતો
કાલે ટીવી ચેનલ પર આખો દિવસ વાવાઝોડાની જ વાતો આવતા નારાજ કોરોનાએ ભારત છોડવાનો નિર્ણય લીધો
વાવાઝોડાની બીક તો વાંઢાઓને હોય સાહેબ ... પરણેલા તો વાવાઝોડાનો હાથ પકડીને ફરતા હોય છે
ગુજરાતનો વટ જોયો , ઓક્સીજન ઓછો પડ્યો તો , વાવાઝોડું મંગાવી લીધું
વાવાઝોડા પર સોશિયલ મીડિયામાં ફરતા રમુજી ટુચકા અહી મુકવામાં આવ્યા છે જે વાંચો અને આનંદ કરો
શરીર તંદુરસ્ત રાખવા માટે કહેવામાં આવે છે કે સસ્તો અને સરળ ઉપાય છે હાસ્ય છે હસતા રહેશો તો શરીર સારું રહેશે અને તેના માટે કોઈ ખર્ચ પણ કરવો પડતો નથી માટે જોક્સ વાંચો અને મિત્રોને પણ મોકલો
ગુજરાત પર આવી પડેલી મોટી આફત એ પણ વાવાઝોડાની લોકોમાં ઘણી ચિંતા અજંપો જોવા મળી રહ્યો છે એટલા માટે અહીં વાવાઝોડા પર રમૂજ કરી ગુજરાતી ટુચકા મુકવામાં આવેલ છે તમામ મિત્રો વાંચો અને પોતાના ટેન્શનમાંથી થોડા મુક્ત થાઓ શરીર સારું હશે તો તંદુરસ્તી સારી રહેશે
તૌકતે વાવાઝોડુ (તા. ૧૭-૧૮-૧૯, મે ૨૦૨૧) અન્વયે સોલાર રૂફટોપ ગ્રાહકો માટે અગત્ય ની સુચનાઓ
1. વાવાઝોડા ની અસર પહેલા સોલાર સીસ્ટમ લાગેલ હોય ત્યાં સોલાર ની ACDB /DCDB BOX ની MCB બંધ કરી દેવી જેથી સોલાર સીસ્ટમ માં ઇલેક્ટ્રિક નુકશાન થતું અટકાવી શકાય.
2. જો જરૂરિયાત લાગે અને શક્ય હોય તો લગાવેલ સોલાર પેનલ નીચે ઉતારી લેવી.
જો નીચે ઉતારવી શક્ય ના હોય તો વાવાઝોડા દરમ્યાન મજબૂતી થી જોડાયેલ રહે તેની ખાતરી કરી લેવી કે દોરડા વડે બાંધી લેવી.
3. જે કોઈ કસ્ટમર ને ત્યાં સોલાર રૂફટોપ લાગવાનું બાકી હોય અને સમાન છત પર પડેલ હોય તો સલામત જગ્યાએ ફેરવી નાખવો.
4. સોલાર સીસ્ટમ ની જાણવણી અંગે ના માર્ગદર્શન કે સોલાર સીસ્ટમ ચાલુ-બંધ કરવા માટે તમારા ઓથોરાઈઝ ચેનલ પાર્ટનર/ ડીસ્ટીબ્યુટર એજન્સી / ડીલર મિત્રો ના સંપર્ક માં રહેવું.
5. વાવાઝોડું એ કુદરતી આપદા હોય, વાવાઝોડા ને કારણે સોલાર રૂફટોપ ને નુકશાન ન થાય તે માટે ની કાળજી રાખવી.
6. વાવાઝોડા ને કારણે સોલાર રૂફટોપ ને લાગત નુકશાન ની કોઈ ગેરેંટી આપવામાં આવતી નથી જેની આપ બધા નોંધ લેશો.
7. આ સિવાય સોલાર રૂફટોપ ને લગતી અન્ય સર્વિસ માટે આપની નજીકના કંપની ના ઓથોરાઈઝ ચેનલ પાર્ટનર/ ડીસ્ટીબ્યુટર એજન્સી / ડીલર મિત્રો ના સંપર્ક માં રહેવું.
વાવાઝોડાને લગતા રમૂજી ટૂચકા હળવી રમૂજ ગુજરાતી જોક્સ.