ધોરણ-૯ થી ધોરણ-૧૨ સુધી તમામ પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક.
ધોરણ-૯ થી ધોરણ-૧૨ સુધી તમામ પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ધોરણ-૯ થી ધોરણ-૧૨ સુધી તમામ પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક
શિક્ષકો માટે નોંધ અભ્યાસક્રમને અભ્યાસુ - કેન્દ્રિત બનાવવા માટે , શીખવવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ભાગ લેતા અને આંતરક્રિયા કરતા કરવા જોઈએ . અઠવાડિયે એક વાર અથવા દર છ તાસમાંથી એકવાર આવા સેમિનાર ( જ્ઞાનચર્ચાસભા ) માટે કે પરસ્પર આંતરક્રિયા માટે એક સારું પુનરાવર્તન બની શકશે . આ પુસ્તકના કેટલાક મુદ્દાઓના સંદર્ભમાં ચર્ચાને સર્વ - સામેલ બનાવવા માટે કેટલાંક સૂચનો નીચે આપેલ છે : વિદ્યાર્થીઓને પાંચ કે છ ના સમૂહોમાં વહેંચી શકાય . જો જરૂરી જણાય તો આ સમૂહોના સભ્યોને વર્ષ દરમિયાન એકથી બીજામાં ફેરફાર કરાવી શકાય . ચર્ચા માટેનો મુદો બોર્ડ પર અથવા કાગળ પર રજુ કરી શકાય . વિદ્યાર્થીઓને તેમના પ્રતિભાવો અથવા પ્રશ્નોના ઉત્તરો જે કંઈ કહેવામાં આવે તે આપેલા પાના પર લખવાનું કહી શકાય . તેમણે પછીથી તેમના સમૂહોમાં ચર્ચા કરીને તે પાનાઓ પર સુધારાઓ કે ટીકાઓ ઉમેરવી જોઈએ . આ બાબતો વિશે તે જ તાસમાં કે પછીના તાસમાં ચર્ચા કરવી જોઈએ . આ પાનાઓનું મૂલ્યાંકન પણ થઈ શકે . અમે અહીં પુસ્તકમાંથી ત્રણ શક્ય મુદાઓ સૂચવીએ છીએ . સૂચવેલા પ્રથમ બે મુદાઓ , હકીકતમાં , ખૂબ વ્યાપક છે અને છેલ્લી ચાર કે વધુ સદી દરમિયાન વિજ્ઞાનના વિકાસ અંગે છે . શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દરેક સેમિનાર ( જ્ઞાનચર્ચાસભા ) માટે આવા બીજા વધુ મુદાઓ વિશે વિચાર કરવો . 1. વિચારો ( ખ્યાલો ) જેમણે સંસ્કૃતિને બદલી નાખી ધારો કે માનવજાત લુપ્ત ( નાબૂદ ) થઈ રહી છે . ભવિષ્યની પેઢી અથવા પરગ્રહવાસી મુલાકાતીઓ માટે કોઈ સંદેશ છોડી જવો છે . વિખ્યાત ભૌતિકવિજ્ઞાની આર . પી . ફીનમેન ( R. P. Feynmann ) ભવિષ્યમાં કોઈ અસ્તિત્વ ધરાવનાર હોય તો તેમને માટે નીચેનો સંદેશ છોડી જવા માગતા હતા : દ્રવ્ય પરમાણુઓનું બનેલું છે . ” એક વિદ્યાર્થિની અને સાહિત્યના શિક્ષક નીચેનો સંદેશ છોડી જવા માગતા હતા : પાણીનું અસ્તિત્વ હતું તેથી માનવો થઈ શક્યા . ” અન્ય એક વ્યક્તિએ એમ વિચાર્યું કે , તે આવો હોવો જોઈએ : * ગતિ માટે ચક્રનો ખ્યાલ ' ' આવનારી પેઢીઓ માટે તમારામાંની દરેક વ્યક્તિ કયો સંદેશ છોડી જવા માગે છે તે લખો . પછી તમારા સમૂહમાં તે ચર્ચા અને જો તમે તમારું મન બદલવા માંગતા હો તો તેમાં સુધારો - વધારો કરો . તે તમારા શિક્ષકને આપો અને તે પછી થનારી ચર્ચામાં જોડાઓ . 2. ન્યૂનીકરણ વાયુનો ગતિવાદ મોટાને નાના સાથે , ચૂવા ને સૂક્ષ્મ સાથે , સંબંધિત કરે છે . એક તંત્ર તરીકે વાયુ તેના ઘટકો - અણુઓ સાથે સંબંધિત છે . તંત્રને તેના ઘટકોના ગુણધર્મોના પરિણામરૂપે દર્શાવવાની આ રીતને સામાન્ય રીતે ન્યૂનીકરણ કહે છે . તે સમૂહની વર્તણૂકને તેના વ્યક્તિગત ઘટકોના સરળ અને આગાહી કરી શકાય તેવા ગુણધર્મો દ્વારા સમજાવે છે . આ અભિગમમાં , સ્થળ નિરીક્ષણો ( અવલોકનો ) અને સૂક્ષ્મ ગુણધર્મો એકબીજા પર અવલંબન ધરાવે છે . આ રીતે ઉપયોગી છે ? સમજણ મેળવવાની આ રીતને , ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનના વિષયો બહાર , તેની પોતાની મર્યાદાઓ છે અને આ વિષયોમાં પણ હશે . કોઈ રંગચિત્રને કેનવાસ અને ચિત્રકામમાં વપરાયેલા રસાયણોના સમૂહ તરીકે ચર્ચી શકાય નહિ , જે ઉત્પન્ન થયું છે તે તેના ઘટકોના સરવાળા કરતાં વિશેષ છે . પગ્ન : આવા અભિગમનો ઉપયોગ થયો હોય તેવા બીજા ક્ષેત્રોનો તમે વિચાર કરી શકો છો ? જે તંત્ર તેના ઘટકોના પદમાં સંપૂર્ણપણે વર્ણવી શકાતું હોય તેવા એક તંત્રનું ટૂંકમાં વર્ણન કરો . એક તંત્ર એવું વર્ણવો , જેમાં આવું થઈ શકતું ન હોય . સમૂહના અન્ય સભ્યો સાથે ચર્ચા કરો અને તમારા મંતવ્યો લખો . તે તમારા શિક્ષકને આપો અને તે પછી થનારી ચર્ચામાં જોડાઓ . 3. ઉષ્મા અંગે આણ્વિક અભિગમ નીચેના કિસ્સામાં શું થશે તે વિશે તમારા વિચારો જણાવો : એક બંધ પાત્રના બે ભાગ છિદ્રાળુ દિવાલ વડે અલગ કરેલ છે . એક ભાગને નાઈટ્રોજન ( NJ ) વાયુ વડે અને બીજાને CO , વડે ભરેલ છે . એક બાજુથી બીજી બાજુ વાયુઓ વિસરણ પામશે . પ્રશ્ન 1 : બન્ને વાયુઓ એકસમાન પ્રમાણમાં વિસરણ પામશે ? જો ના , તો બન્નેમાં ફેરફારો કેવા હશે ? કારણો આપો . પ્રશ્ન 2 : શું દબાણ અને તાપમાન બદલાશે નહિ ? જો ના , તો બન્નેમાં ફેરફારો કેવા હશે ? કારણો આપો . તમારા જવાબો લખો . સમૂહમાં ચર્ચા કરો અને તેમાં સુધારા કરો અથવા ટીકાઓ ઉમેરો . શિક્ષકને આપો અને ચર્ચામાં જોડાઓ . વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જણાશે કે આવા સેમિનાર ( ચર્ચાસભા ) અને ચર્ચાઓ માત્ર ભૌતિકવિજ્ઞાન નહિ પણ વિજ્ઞાન અને સમાજવિજ્ઞાનની પુષ્કળ સમજ તરફ દોરી જાય છે . તેનાથી વિદ્યાર્થીઓમાં અમુક પરિપક્વતા પણ આવશે .
ધોરણ-૯ થી ધોરણ-૧૨ સુધી તમામ પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક