
ગમ્મત સાથે જ્ઞાન આપતી રમત ના નામ શોધવા ની રમત દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે રી આવવો જોઈએ..
પ્રશ્ન
*ચાલો ફ્રી થઈ ગયા? તો આજની રમત મોકલું છું જોઈએ કોણ પહેલા જવાબ મોકલે છે*.
દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે *રી* આવવો જોઈએ..
1..પિતાને વ્હાલી..
જવાબ:- દીકરી
2..એક ફરસાણ
3.. દેશી પીઝા
4..તોફાની છોકરાઓ કરે
5..માતા પિતાની કરવી જોઈએ
6..લગ્ન ન થયેલા હોય એવી કન્યા
7..શાકભાજી વાળો શાક વેચવા આનો ઉપયોગ કરે.
8..મહેનત કરી ને મજદૂર મેળવે
9..સૂટકેશ બનાવતી કંપની
10..ડોકટર નેને ની पत्नी
11..દોસ્તી
12..કપડાં મુકવા જેની જરૂર પડે
13..કપડાં સૂકવવા ઉપયોગ કરવો
14.. સ્ત્રી નું ઉપનામ
15..રામાયણ નું પાત્ર
16..ભજીયા સાથે તેલ માં પડે
17..આ લાગે તો પૈસાદાર બની જઈએ
18 નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી..
19.. શાક સુધારવાનું સાધન
20..બીમાર ન થવું હોય તો પાળો
21.. એક સૂકો નાસ્તો
22..સુરત ની વખણાતી મીઠાઈ
23..મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે..
24..જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો
25.. છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો...
મહત્વપૂર્ણ લિંક
જવાબ
*ચાલો ફ્રી થઈ ગયા? તો આજની રમત મોકલું છું જોઈએ કોણ પહેલા જવાબ મોકલે છે*.
દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે *રી* આવવો જોઈએ..
1..પિતાને વ્હાલી..
જવાબ:- દીકરી
2..એક ફરસાણ
જવાબ:-ચકરી
3.. દેશી પીઝા
જવાબ:-ભાખરી
4..તોફાની છોકરાઓ કરે
જવાબ:- મશ્કરી
5..માતા પિતાની કરવી જોઈએ
જવાબ:- ચાકરી
6..લગ્ન ન થયેલા હોય એવી કન્યા
જવાબ:- છોકરી
7..શાકભાજી વાળો શાક વેચવા આનો ઉપયોગ કરે.
જવાબ:- લારી
8..મહેનત કરી ને મજદૂર મેળવે
જવાબ:- મજૂરી
9..સૂટકેશ બનાવતી કંપની
જવાબ:- સફારી
10..ડોકટર નેને ની પત્ની
જવાબ:- માધુરી
11..દોસ્તી
જવાબ:- યારી
12..કપડાં મુકવા જેની જરૂર પડે
જવાબ:- અલમારી
13..કપડાં સૂકવવા ઉપયોગ કરવો
જવાબ:- દોરી
14.. સ્ત્રી નું ઉપનામ
જવાબ:- નારી
15..રામાયણ નું પાત્ર
જવાબ:- સુગરી
16..ભજીયા સાથે તેલ માં પડે
જવાબ:- મમરી
17..આ લાગે તો પૈસાદાર બની જઈએ
જવાબ:- લોટરી
18 નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી..
જવાબ:- પરી
19.. શાક સુધારવાનું સાધન
જવાબ:- છરી
20..બીમાર ન થવું હોય તો પાળો
જવાબ:- ચરી
21.. એક સૂકો નાસ્તો
જવાબ:- ચકરી
22..સુરત ની વખણાતી મીઠાઈ
જવાબ:- ધારી
23..મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે..
જવાબ:- ખારી
24..જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો
જવાબ:- ફરી
25.. છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો...
જવાબ:- સોરી
અહીંયા આપણે એવી રમત રમીએ છીએ કે આપેલ પ્રશ્નનો એવો જવાબ આપવાનો છે કે જેમાં જવાબ મા રી આવવો જોઈએ માટે આપણે પ્રશ્ન વાંચવો પડશે વાંચવા બાદ સમજવો પડશે અને પછી જવાબ શોધવા જોઈશે કે જેમાં પાછળ રી આવો જોઈએ કોઈ કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેના ઘણા બધા જવાબ હોય છે માટે આપણે જવાબ શોધવાનો છે જેમાં છેલ્લો રી હોવો જોઈએ
ગમ્મત સાથે જ્ઞાન આપતી રમત ના નામ શોધવા ની રમત દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે રી આવવો જોઈએ..