Join Whatsapp Group
Join Now અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ હોય તેવી કન્યાઓને રાજ્ય સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (BCK-5) હેઠળ ફ્રીશીપકાર્ડ આપવા બાબત.
મહત્વપૂર્ણ લિંક
ફ્રીશીપકાર્ડ આપવા બાબત 13/9/2024 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વિવિધ ઠરાવ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ હોય તેવી કન્યાઓને રાજ્ય સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (BCK-5) હેઠળ ફ્રીશીપકાર્ડ આપવા બાબત.
આ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કેંદ્ર પુરસ્ક્રુત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જેની ગાઈડલાઈન ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. જે મુજબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા રૂ.૨.૫૦ લાખ છે.
આ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક : (૧) અને (૨) પરના ઠરાવોથી અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેઓના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ અને રૂ.૬.૦૦ લાખ સુધી હોય તેઓને ભારત સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (BCK-5) હેઠળ લાભ આપવામાં આવે છે. આ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક : (૩) પરના ઠરાવથી SCW-6 (BCK-5) રૂ.૬.૦૦ લાખથી વધુ આવક ધરાવતાં કુટુંબની અનુસૂચિત જાતિની કન્યાઓને પણ ટ્યુશન ફી ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે. આમ, અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેઓના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ હોય તેવી તમામ કન્યાઓને રાજ્ય સરકારશ્રીની રાજ્ય સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (BCK-5) મુજબ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવામાં આવે છે.
વંચાણે લીધેલ ક્રમાંક : (૪) પરના ઠરાવથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટેની કેંદ્ર
પુરસ્ક્રુત પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ફ્રીશીપકાર્ડનો લાભ આપવામાં આવે છે. વંચાણે લીધેલ ક્રમાંક : (૫) પરના પત્રથી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ હોય તેવી કન્યાઓને રાજ્ય સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (BCK-5) હેઠળ ફ્રીશીપકાર્ડ આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
કાળજીપૂર્વકની વિચારણાને અંતે, અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ હોય તેવી કન્યાઓને રાજ્ય સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (BCK-5) હેઠળ જિલ્લા કચેરીઓ પાસેથી મેળવેલ ફ્રીશીપકાર્ડ સંસ્થાને રજૂ કરીને સંસ્થામાં એડમીશન લેતી વખતે શિક્ષણ ફી ભરવી ન પડે તે માટે સદરહુ યોજના અંતર્ગત ફ્રીશીપકાર્ડ આપવાનું ઠરાવવામાં આવે છે. ફ્રીશીપકાર્ડનો નમુનો આ સાથે સામેલ રાખવામાં આવેલ છે.
આ યોજનાનો અમલ કેંદ્ર પુરસ્ક્રુત પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના મુજબ થતો હોઈ, આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વખતો વખત ગાઇડલાઇનની તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
સદરહુ ઠરાવ સમાન ક્રમાંકની ફાઈલ ઉપર માન.મંત્રીશ્રી(સા.ન્યા)ની તા.૧૧/૦૯/૨૦૨૪ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ હોય તેવી કન્યાઓને રાજ્ય સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (BCK-5) હેઠળ ફ્રીશીપકાર્ડ આપવા બાબત.
