વર્ષ ૨૦૦૬ પહેલા સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીશ્રી ( પંચાયત સહાયક ) , વર્ગ -૩ સંવર્ગના કર્મચારીઓની ફિકસ પગારની ૦૫ ( પાંચ ) વર્ષની સેવા બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ તથા નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત

Join Whatsapp Group Join Now

વર્ષ ૨૦૦૬ પહેલા સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીશ્રી ( પંચાયત સહાયક ) , વર્ગ -૩ સંવર્ગના કર્મચારીઓની ફિકસ પગારની ૦૫ ( પાંચ ) વર્ષની સેવા બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ તથા નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત 

મહત્વપૂર્ણ લિંક 

તલાટી પરીક્ષા ICE લાઈવ પેપર સોલ્યુશન જોવા અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

તલાટી પરીક્ષા વેબસંકુલ લાઈવ પેપર સોલ્યુશન જોવા અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

તલાટી પરીક્ષા જ્ઞાન એકેડેમી લાઈવ પેપર સોલ્યુશન જોવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

આજનું તલાટી પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


વર્ષ ૨૦૦૬ પહેલા સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીશ્રી ( પંચાયત સહાયક ) , વર્ગ -૩ સંવર્ગના કર્મચારીઓની ફિકસ પગારની ૦૫ ( પાંચ ) વર્ષની સેવા બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ તથા નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત







 વર્ષ ૨૦૦૬ પહેલા સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીશ્રી ( પંચાયત સહાયક ) , વર્ગ -૩ સંવર્ગના કર્મચારીઓની ફિકસ પગારની ૦૫ ( પાંચ ) વર્ષની સેવા બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ તથા નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત . ગુજરાત સરકાર પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ , ઠરાવ ક્રમાંક : પીઆરઆર - ૧૦૨૦૧૮-૨૭૦૫ - ખ સચિવાલય , ગાંધીનગર . તા .૧૬ / ૦૯ / ૨૦૨૨ વંચાણમાં લીધાં : ( ૧ ) પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો તા.૨૧-૦૨-૨૦૦૩નો ઠરાવ ક્રમાંક : મકમ - ૨૦૯૯ - એમ - ૭૫ - ખ ( ર ) નાણા વિભાગનો તા .૧૮ / ૦૧ / ૨૦૧૭ નો ઠરાવ ક્રમાંક : ખરચ - ૨૦૦૨-૫૭ - પાર્ટ - ૨ ૪.૧ પ્રસ્તાવના : વંચાણે લીધા ( ૧ ) ના તા.૨૧-૦૨-૨૦૦૩ના ઠરાવથી ગ્રામ પંચાયત મંત્રીની ખાલી જગ્યાો ભરવા માટે કુલ ૧૦૦૦ જગ્યાઓ પંચાયત સેવા હેઠળ મંજુર કરવમાં આવેલ . વંચાણે લીધા ( ર ) ના નાણા વિભાગના તા.૧૮-૦૧-૨૦૧૭ના ઠરાવથી નાણા વિભગના તા . ૧૬-૦૨ ૨૦૦૬ ની નીતિ હેઠળ નિમણુંક પામેલ ફિકસ પગારના કર્મચારીઓની ૫ ( પાંચ ) વર્ષની સેવાઓને બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ અને નિવૃતિ વિષયક લાભો અંગે સેવા તરીકે ગણવાનું ઠરાવવામાં આવેલ . નાણા વિભાગની તા.૧૬-૦૨-૨૦૦૬ની નીતી હેઠળ વર્ષ ૨૦૦૬ કે તે પછી નિમણુંક પામેલ હોય તેવા ફિક્સ પગારના કર્મચારીઓને નાણા વિભાગના તા .૧૮ / ૦૧ / ૨૦૧૭ ના ઠરાવનો લાભ મળે છે . જ્યારે વર્ષ ૨૦૦૬ પહેલા ફિકસ પગારમાં નિમણુંક પામેલ હોય તેવા કર્મચારીઓને નાણા વિભાગના તા .૧૮ / ૦૧ / ૨૦૧૭ ના ઠરાવનો લાભ મળતો નથી . જે ધ્યાને લઇને વર્ષ ૨૦૦૬ પહેલાં સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી- કમ- મંત્રીશ્રીઓની ફિક્સ પગારની ૫ ( પાંચ ) વર્ષની સેવાઓ બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ અને નિવૃતિ વિષયક લાભો માટે સેવા તરીકે ગણાવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ઠરાવ : પૃખ્ત વિચારણાના અંતે વર્ષ ૨૦૦૬ પહેલા સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ - મંત્રીશ્રીઓની ફિક્સ પગારની પાંચ વર્ષની સેવાઓ બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ અને નિવૃતિ વિષયક લાભો માટે સેવા તરીકે ગણવા નીચેની શરતોને આધીન આર્થી મંજુરી આપવામાં આવે છે . શરતો : ( ૧ ) ( ર ) ( 3 ) ( ૪ ) ( ૫ ) આ ૦૫ ( પાંચ ) વર્ષની ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ તેમજ નિવૃતિ વિષયક મળવાપાત્ર લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવાનો રહેશે . આ સિવાય અન્ય કોઈપણ પ્રકારના સેવાકીય / નાણાકીય લાભ મળવાપાત્ર થશે નહીં . પ્રતિ , આ ફિક્સ પગારની સેવા ધ્યાને લેવાને કારણે પગાર બાંધણી થતાં નક્કી થતાં પગારના કોઇ પણ પગારનો આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખ સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઇપણ પ્રકારનો તફાવત ( એરીયર્સ ) રોકડમાં કે અન્ય કોઇપણ રીતે ચૂકવવા પાત્ર થશે નહીં . એટલે કે આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખ સુધીના સમયગાળા માટેની ગણતરી માત્ર નોશનલ ગણવાની રહેશે . તેમજ આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખ સુધીના સમયગાળાનું કોઇ એરીયર્સ મળવાપાત્ર થશે નહીં . આ ફિક્સ પગારની સેવાના સમયગાળા માટે કોઇપણ પ્રકારના ઇજાફા ગણતરીમાં , નોશનલના હેતુ માટે પણ , ધ્યાને લેવાના રહેશે નહીં . જે તલાટી કમ મંત્રીશ્રીઓને હાલની તારીખે જૂની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જૂની પેન્શન યોજના લાગુ પડશે . જે તલાટી કમ મંત્રીશ્રીઓને નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના જ લાગુ પડશે . એટલે કે ૦૫ ( પાંચ ) વર્ષની ફિક્સ પગારનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલ પેન્શન યોજનામાં કોઇ ફેરફાર આવશે નહીં . ઉક્ત દર્શાવેલ શરતો મૂજબની બાંહેધરી એફીડેવિટ સ્વરૂપે મંડળ તથા દરેક કર્મચારી પાસેથી વ્યક્તિગત લેવાની રહેશે અને ત્યાર બાદ જ આવા લાભો મંજુર કરવાના રહેશે . આ ઠરાવ પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગ , સામાન્ય વહીવટ વિભાગ અને સરકારશ્રીની નોંધથી મળેલ મંજુરી અન્વયે પ્રસિધ્ધ કરવામાં આવે છે . 



વર્ષ ૨૦૦૬ પહેલા સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીશ્રી ( પંચાયત સહાયક ) , વર્ગ -૩ સંવર્ગના કર્મચારીઓની ફિકસ પગારની ૦૫ ( પાંચ ) વર્ષની સેવા બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ તથા નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત

વર્ષ ૨૦૦૬ પહેલા સીધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીશ્રી ( પંચાયત સહાયક ) , વર્ગ -૩ સંવર્ગના કર્મચારીઓની ફિકસ પગારની ૦૫ ( પાંચ ) વર્ષની સેવા બઢતી , પ્રવરતા , ઉચ્ચતર પગારધોરણ તથા નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR