પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત
મહત્વપૂર્ણ લિંક
પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત
પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત
પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત . સંદર્ભઃ ( ૧ ) શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંકઃ બમશ / ૧૧૨૦ / ૧૪૨ / છ તા ૦૯/૦૯/૨૦૨૨ ( ર ) શિક્ષણ વિભાગનાસુધારાઠરાવક્રમાંકઃબમશ / ૧૧૨૦ / ૧૪૨ / છતા ૧૨/૦૨/૨૦૨૦ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજયની તમામ માધ્યમની સરકારી , ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું સત્રાંત મૂલ્યાંકન કરવા માટે સમાન પરીક્ષાનું સમયપત્રક આ સાથે સામેલ છે જે માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે . 1. ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે દરેક વિષયનું પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને આપવામાં આવશે . આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે . 2. સદર કસોટીમાં ધોરણ 3 થી 8 ના તમામ વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે . 3. ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન , પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓની સાથે સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ પણ નિયત સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે . તેમજ બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ સ્વૈચ્છિક રીતે પોતાની શાળા કક્ષાએ તૈયાર કરેલ સમયપત્રકના આધારે નિયત પરિરૂપ ધ્યાને લઈ કસોટી યોજવાની રહેશે . અનુદાનિત શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીને પ્રશ્નપત્રો માટે નિયત કરેલ રકમ ચૂકવવાની રહેશે . 4. સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીની પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે . આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે .
5. સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમાન - કસોટીઓ સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે . 6. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે . 7. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે કસોટીપત્રો તૈયાર કરીને આપવામાં આવશે . જેમાં પેપરના પ્રૂફ , ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ નગર શિક્ષણ સમિતિમાં - શાસનાધિકારીશ્રીની રહેશે . બિડાણ : - પ્રથમ સત્રાંત પરીક્ષા 2022-23 સમયપત્રક ધોરણ 3 થી 8. ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે , ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે . 9. સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા તંત્રએ કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે . 10. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે , 11. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા , ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે .
પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત