
વર્ષ ૨૦૨૨-૨૩ માટે “ Twinning કાર્યક્રમ નુ આયોજન કરવા
મહત્વપૂર્ણ લિંક
વર્ષ ૨૦૨૨-૨૩ માટે “ Twinning કાર્યક્રમ નુ આયોજન કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષ ૨૦૨૨-૨૩ માટે “ Twinning કાર્યક્રમ નુ આયોજન કરવા બાબત લેટર વાંચવા માટે
વર્ષ ૨૦૨૨-૨૩ માટે “ Twinning કાર્યક્રમ નુ આયોજન કરવા બાબત શ્રીમાન , ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય , ભારત સરકાર દ્વારા Twinning કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે . આ કાર્યક્રમ " શાળાઓ વચ્ચે ભાગીદારી " તરીકે ઓળખાય છે , જેનો ઉદ્દેશ બે શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા પાસેથી શીખે તેવો છે . શાળાઓની વચ્ચે સુસંગત શિક્ષણની તકો માટે પરસ્પર જોડાણ સ્થાપિત થાય જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અનુભવો , વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી થઈ શકે . કાર્યક્રમ અંતર્ગત એક શાળા ( મુલાકાતી શાળા ) એક જ અથવા અન્ય સમૂહમાં બીજી શાળા ( યજમાન શાળા ) સાથે જોડી બનાવવામાં આવે છે . આ સાથે સામેલ માર્ગદર્શિકા મુજબ ક્લસ્ટર દીઠ પસંદ થયેલ ૪ શાળાઓની પસંદગી કરી સંબંધિત શાળાઓમાં આ સાથે સામેલ માર્ગદર્શિકામાં સૂચવ્યા અનુસાર આ કાર્યક્રમનું અમલીકરણ કરવાનું રહેશે . અત્રેની કચેરી દ્વારા કાર્યક્રમના અમલીકરણ માટે " Twinning of schools ( Elementary ) " હેડ અંતર્ગત શાળા દીઠ રૂ ! ૧૦૦૦ / - લેખે ગ્રાન્ટ જિલ્લા કક્ષ ફાળવવામાં કરવામાં આવેલ છે . આ ગ્રાન્ટ સંબંધિત શાળાઓને ફાળવવાની રહેશે અને આ સાથે સામેલ માર્ગદર્શિકા પણ સંબંધિત શાળાઓને મોકલી આપવાની રહેશે . ( પત્રની નકલ અત્રેની કચેરીને મોકલવી ) . ગ્રાન્ટ ફાળવણીનાં આદેશ અને માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર નિયમાનુસાર ખર્ચ કરવાનો રહેશે .
. . . ● . . . . . માર્ગદર્શિકા " Twinning of schools ( Elementary ) " Twinning કાર્યક્રમ " શાળાઓ વચ્ચે ભાગીદારી " તરીકે ઓળખાય છે , જેનો ઉદ્દેશ બે શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા પાસેથી શીખે તેવો છે . સરકારી શાળાઓની અન્ય સારી રીતે કાર્યરત સરકારી અથવા ખાનગી શાળાઓ વચ્ચે સુસંગત શિક્ષણની તકો માટે પરસ્પર જોડાણ સ્થાપિત કરશે . જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અનુભવો , વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી થશે . કાર્યક્રમ અંતર્ગત એક શાળા ( મુલાકાતી શાળા ) એક જ અથવા અન્ય સમૂહમાં બીજી શાળા ( યજમાન શાળા ) સાથે જોડી બનાવવામાં આવે છે . . શાળા મુલાકાતનો ઉદેશ / હેતુ : એકબીજા સાથે જોડાનાર શાળાઓ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન - પ્રદાન કરશે . નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓનું આદાન - પ્રદાન . • રમત - ગમતની પ્રવૃતિઓનું બંને શાળા વચ્ચે સ્પર્ધાત્મક આયોજન . શાળાકીય આયોજન અને શાળા વ્યવસ્થાપનની પ્રવૃતિઓ જેવી કે , લાયબ્રેરી , ગણિત અને . શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ વિચારોના આદાન - પ્રદાન દ્વારા ક્ષમતા વિકાસ થશે . પોતાની ક્ષમતા તેમજ બીજાની શક્તિ અને સફળતાના સંકલન દ્વારા પ્રગતિ સાધશે . બન્ને શાળાઓ એકબીજાની શ્રેષ્ઠ બાબતો સ્વીકારી ક્ષમતા વર્ધન કરશે . એકબીજાની સારી બાબતો અને ક્ષતિઓ વિશે જાણી શકશે અને સાથે મળીને શીખી શકશે . એકબીજા સાથે જોડાયેલી શાળાના વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને જૂથમાં રહીને વધુ સક્ષમ બનશે . શિક્ષકોને વધુ સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટેની તક મળશે . થીમ ઓફ ટ્વીનીંગ : શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું આદાન - પ્રદાન , વિજ્ઞાન લેબોરેટરીને લગતી પ્રવૃત્તિઓંનું આદાન - પ્રદાન . સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , ડીબેટ , ક્વીઝનું આયોજન . - વર્ગખંડના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અને જાણકારી . અન્ય સર્જનાત્મક બાબતો . શાળા પસંદગી માટેની પદ્ધતિઓ : આ કાર્યક્રમ ક્લસ્ટર દીઠ પસંદ થયેલ ૪ સરકારી ઉચ્ચ પ્રાથમિક ( ધો .૬ થી ૮ ) શાળાઓમાં કાર્યાન્વિત કરવાનો રહેશે .
. . . . શાળા પસંદગી પ્રક્રિયામાં સબંધિત ક્લસ્ટરના સીઆરસી કો.ઓ ની ઉપસ્થિતમાં ચર્ચા કરી જે તે ક્લસ્ટર / બ્લોકમાં બે - બે શાળાઓની જોડી બનાવી યાદી ફાઈનલ કરવાની જવાબદારી કમિટીની રહેશે , • સરકારી શાળાનું સરકારી , ગ્રાન્ટેડ , કેન્દ્રીય વિદ્યાલય , નવોદય વિદ્યાલય અને અન્ય કેન્દ્ર સરકારની શાળાઓ કે ખાનગી શાળાઓ સાથે જોડાણ કરી શકાશે . . તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી આર સી કો ઓર્ડીનેટર સી આર સી કો ઓર્ડીનેટર રાભ્ય શાળાની પસંદગી કરતી વખતે શાળાની પ્રવૃત્તિઓની વિશેષતાઓને ધ્યાનમાં રાખવાની રહેશે . શાળામાં જ્ઞાનકુંજ , બાલા , ગ્રીનસ્કુલ , LBD / NCERT કીટનો ઉપયોગ , ગણિત - વિજ્ઞાન મંડળ વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સારી અને અસરકારક રીતે ચાલતી હોય તેવી શાળાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે . પ્રત્યેક ક્લસ્ટર દીઠ ૪ શાળાની પસંદગી કરવાની રહેશે . • પસંદ થયેલી શાળાઓની તેઓના જ ક્લસ્ટર / બ્લોકની અન્ય પસંદ થયેલી શાળાઓ પૈકી બેબે શાળાઓની પ્રવૃત્તિની વિવિધતા પ્રમાણે જોડી બનાવવાની રહેશે . પસંદ થયેલ શાળાઓને રૂ ! ૧૦૦૦ / - ની ગ્રાન્ટ મળવાપાત્ર થશે . ખાનગી શાળા આ કાર્યક્રમમાં શાળા પસંદગી માટે તાલુકા કક્ષાએ તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજી શાળાઓ નક્કી કરવાની રહેશે . નીરો મુજબ એક કમિટી બનાવવાની રહેશે . ક્રમ અધિકારી / કર્મચારી હોદ્દો ' અધ્યક્ષ 2 ઉપાધ્યા R જોડાય શકશે પરંતુ તેને ગ્રાન્ટ મળવાપાત્ર રહેશે નહિ એટલે કે કાર્યક્રમમાં સ્વખર્ચે જોડવવાનું રહેશે . ક્લસ્ટરની ૪ શાળાઓ સિવાય અન્ય શાળાઓ પણ સ્વેચ્છાએ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે પરંતુ આવી શાળાઓને આ કાર્યક્રમ માટે ગ્રાન્ટ ફાળવણી કરવાની રહેશે નહિ . Twinning કાર્યક્રમ માટેની સૂચના જે બે શાળાઓની જોડી બનશે તે બંને શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ , મુખ્ય શિક્ષક તથા ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો એકબીજાની શાળાની બે તબક્કામાં મુલાકાત કરશે . દા.ત. ' એ ' શાળાની ' બી ' શાળા સાથે , અને ' સી ' શાળાની ' ડી ' શાળા સાથે જોડી બનાવવામાં આવે તો , ' એ ' શાળા ' બી ' શાળાની મુલાકાત કરશે , અને ' બી ' શાળા ' એ ' શાળાની મુલાકાત કરશે . આ મુજબ જ ' સી ' અને ' ડી ' શાળા એકબીજાની મુલાકાત કરશે . મુલાકાત લેનાર શાળાએ યજમાન શાળામાં પ્રાર્થનાસભા શરુ કરી પૂર્ણ સમય માટે આ સાથે જણાવેલ દૈનિક આયોજન મુજબ પ્રવૃત્તિઓ / કાર્યક્રમોમાં જોડાવાનું રહેશે . યજમાન શાળાએ પોતાની શાળામાં ચાલતી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ વર્ચ્યુઅલ માધ્યમથી મુલાકાત લેનાર શાળાના વિદ્યાર્થીઓ જોઈ સમજી શકે તેમજ રા / પ્રશ્નોત્તરી દ્વારા શ્રઢ કરી શકે તેવું આયોજન કરવાનું રહેશે .
' 2 3 4 . 5 . ક્રમ . . .. . કાર્યક્રમના દિવસે બંને શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટે શાળા સ્વચ્છતા , જળસંચય , ડીબેટ , સ્પર્ધાઓ , સાંસ્કૃતિક કાર્યક્રમો , વકતૃત્વ સ્પર્ધાઓ , સુશોભન સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવાનું રહેશે . મુલાકાત લેનાર શાળાના વિધાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન પોતાની નોટબૂકમાં સમગ્ર કાર્યક્રમનું વિવરણ લખવાનું રહેશે . મુલાકાત લેનાર શાળાના મુખ્ય શિક્ષક , શિક્ષકો અને વિધાર્થીઓએ યજમાન શાળાએ યોજેલ શાળાની વિવિધ પ્રવૃત્તિમાં / કાર્યક્રમમાં જોડાવાનું રહેશે અને કોઈ પ્રવૃત્તિ શીખવા ઈચ્છા ધરાવતા હોય તો યજમાન શાળાનાં શિક્ષક બીજી શાળામાં બંને શાળાના મુખ્ય શિક્ષકોની સહમતી મેળવીને એક દિવસ પૂરતા બીજી શાળામાં જઈને વધુ માર્ગદર્શન અને સહયોગ આપી શકશે . મુલાકાત લેનાર શાળાના મુખ્ય શિક્ષકશ્રી , શિક્ષકો અને વિધાર્થીઓએ યજમાન શાળાની વિશેષતાઓ જેવી કે જ્ઞાનકુંજ , બાલા , ગ્રીન સ્કુલ , પ્રયોગશાળા , લાયબ્રેરી વગેરે બાબતે પોતાના અભિપ્રાય / સૂચન લખી યજમાન શાળાના મુખ્ય શિક્ષકશ્રીને આપવાના રહેશે . કાર્યક્રમ દરમિયાન યોજાયેલ પ્રવૃત્તિઓનું સીઆરસી કો.ઓ.એ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાય મોનીટરીંગ કરવાનું રહેશે અને જરૂરી માર્ગદર્શન આપી શકશે . ગ્રાન્ટ ફાળવણી અને ખર્ચની વિગત કાર્યક્રમ માટે શાળા દીઠ રૂ ! 1000 / - ગ્રાન્ટ ફાળવવામાં આવશે . કાર્યક્રમનાં દિવસે વિવિધ પ્રવૃત્તિઓ / કાર્યક્રમ માટે સદર ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાનો રહેશે . શાળા મુલાકાત દરમિયાન ટ્રાન્સપોર્ટ ખર્ચ તેમજ ઉક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર અને વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવા માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે . ખાનગી શાળાએ સ્વખર્ચે જોડાવવાનું રહેશે . ખાનગી શાળાને ખર્ચ માટે ગ્રાન્ટ મળવાપાત્ર રહેશે નહિ . તમામ શાળાઓએ કાર્યક્રમનો ફોટોગ્રાફ્સ સહીતનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો રહેશે . જિલ્લાદીઠ ગ્રાન્ટ ફાળવણીનું પત્રક આ સાથે સામેલ છે . શાળા મુલાકાત આયોજન ( નમૂનાપત્ર ) કાર્યક્રમ સમૂહ પ્રાર્થના , પ્રારંભિક પરિચય , સૂચનાઓ , શાળા મુલાકાતનો હેતુ અને કાર્યક્રમની વિગત વર્ગખંડની અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં બાળકો અને શિક્ષકની સામેલગીરી શાળા પરિચય , નર્સરી , પ્રયોગશાળા , લાયબ્રેરી , શાળા સ્વચ્છતા , મેદાન , કિચનશેડ ઔષધ બાગ , પીવાના પાણીની સુવિધા , બુલેટીન બોર્ડ , સુવિચારો , નોટીસબોર્ડ વિગેરે . શાળાની શ્રેષ્ઠ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિદર્શન ( અંદાજીત મોટી રીશેસ પહેલા ) જ્ઞાનકુંજ , બાલા , ગ્રીનસ્કુલ , LBD / NCERT કીટનો ઉપયોગ , ગણિત - વિજ્ઞાન મંડળ સમય 30 મિનિટ 45 મિનીટ 30 મિનિટ 1 કલાક 30 મિનિટ
વર્ષ ૨૦૨૨-૨૩ માટે “ Twinning કાર્યક્રમ નુ આયોજન કરવા