નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી બાબત

Join Whatsapp Group Join Now

 નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી બાબત 


મહત્વપૂર્ણ લિંક 

નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી બાબત 




તારીખ : 2 - 06 - 2022 જયભારત સહ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે વવાનું કે બેઈઝલાઈન સર્વેક્ષણ તા .14 થી 22 જુલાઈ , 2022 દરમિયાન યોજવામાં આવેલ . તેની ડેટા એન્ટ્રીની કામગીરી પ્રગતિમાં હશે . કેટલાક જિલ્લાઓની ડેટા એન્ટ્રી શરૂ થઈ ગઈ છે જયારે કેટલાક જિલ્લાઓની ડેટા એન્ટ્રી ટૂંક સમયમાં શરુ થશે . આ સર્વેનો હેતુ બાળકોના પાયાની ભાષા એટલે કે સમજપૂર્વકનું વાંચન , સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાના ગણનના કૌશલ્યો એટલે કે FLN કૌશલ્યોમાં પારંગતતા જાણવાનો છે . આપના વર્ગમાં રહીને અભ્યાસ કરતું બાળક સમજપૂર્વક વાંચન , સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાના ગણનની કઇ અધ્યયન નિષ્પત્તિઓમાં કચાશ ધરાવે છે તે આપ જ સૌથી સારી રીતે સમજી શકો છો . આથી આપે આપના વર્ગમાં આ પાયાની ભાષા અને સાક્ષરતાના કૌશલ્યોમાં કચાશ ધરાવતા બાળકો માટેનું ઉપચારાત્મક કાર્ય હાથ ધરવાનું રહેશે . જેના માટે નીચે મુજબની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે . નિપુણ ભારત અંતર્ગત બાલવાટિકાથી લઇ ધોરણ 1 થી 3 ની અધ્યયન નિષ્પત્તિઓનો અભ્યાસ ધોરણ 1 થી 3 ના તમામ વિષય / વર્ગ શિક્ષકોએ સારી રીતે અભ્યાસ કરવાનો રહેશે . જે જીસીઇઆરટી , ગાંધીનગરની વેબસાઇટ ( https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/nipunbharat.htm ) પર ઉપલબ્ધ છે . ધોરણ 1 થી 4 ના તમામ વિષય શિક્ષકોએ પોતાના વર્ગનું પ્રત્યેક બાળક જે તે ધોરણ પૈકીની કઇ અધ્યયન નિષ્પત્તિઓમાં કચાશ ધરાવે છે , તેની નોંધ રાખવાની રહેશે . તમામ વિષય / વર્ગ શિક્ષકોએ પોતાના વર્ગનું પ્રત્યેક બાળક જે તે અધ્યયન નિષ્પત્તિઓમાં કચાશ ધરાવે છે . તેની નોંધ રાખી ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે . • વર્ગના મોટા ભાગના બાળકો જે અધ્યયન નિષ્પત્તિઓમાં કચાશ ધરાવતા હોય તેના માટે સામૂહિક ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે . કેટલીક અધ્યયન નિષ્પત્તિમાં વ્યક્તિગત શિક્ષણ કાર્ય પણ કરાવવાનું રહેશે . વિષય : નિપુણ ભારત અંતર્ગત બેઈઝલાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી . સંદર્ભ : માન , નિયામકશ્રીએ શાખા નોંધ પર તા . 28 / 07 / 2022 ના રોજ આપેલ અનુમતિ . . • આ પ્રકારના ઉપચારાત્મક કાર્ય માટે ધોરણ 1 થી 4 ના તમામ વિષય શિક્ષકોએ શાળા સમય સિવાયના વધારાના સમયનો પણ સદ્દઉપયોગ કરી શકશે . આમ , શિક્ષક સમયદાન દ્વારા પોતાના વર્ગના વિદ્યાર્થીઓની પાયાની ભાષા અને સાક્ષરતાના કૌશલ્યોમાં રહેલી કચાશ દૂર કરવા પ્રયત્નો કરવાના રહેશે . ધોરણ 4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેઇઝલાઈન સર્વેક્ષણ ધોરણ 3 ની અધ્યયન નિષ્પત્તિ આધારિત થયેલ છે . વિદ્યાર્થી જે અધ્યયન નિષ્પત્તિમાં કચાશ ધરાવતો હોય તે અધ્યયન નિષ્પત્તિ આધારિત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે . • ડાયેટ પ્રાચાર્યશ્રી , ડાયેટ વ્યાખ્યાતા , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી , કેળવણી નિરીક્ષક , બીઆરસીકૉ તેમજ સીઆરસીકૉએ ઉપચારાત્મક કાર્યનું સમયાંતરે મોનીટરીંગ કરી રીપોર્ટીંગ કરવાનું રહેશે . રાજ્ય દ્વારા સમયાંતરે થનાર મૂલ્યાંકન પહેલા પોતાના વર્ગના વિદ્યાર્થીઓને પાયાની સાક્ષરતા અને ગણન કૌશલ્યોમાં પારંગત કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે . . 



નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી બાબત 

નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR