પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગીની દરખાસ્તો મોકલવા અંગે
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગીની દરખાસ્તો મોકલવા અંગે
પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગીની દરખાસ્તો મોકલવા અંગે ,
મુખ્ય સદર ૭૬૧૫ હેઠળ પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગીની દરખાસ્તો મોકલવા અંગે , વર્ષ - ૨૦૨૨-૨૩ ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , વર્ષ ૨૦૨૨-૨૩ની જોગવાઇમાંથી પ્રાથમિક શિક્ષકોને મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગી ફાળવણી કરવા માટેની દરખાસ્તો આ સાથે આપેલ નિયત નમુના મુજબ રજૂ કરવા સૂચના આપવામાં આવે છે . વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ પેશગીઓ માટે ગ્રાંટની દરખાસ્તો નિયત પત્રક -૧ થી ૪ માં ભરીને રજૂ કરશો . તે માટે જિલ્લા / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને ૨૦૨૧-૨૨ તથા તે અગાઉના વર્ષમાં મંજુર કરવામાં આવેલી મકાન બાંધકામ / વાહન પેશગીની બચત રકમ તથા શિક્ષકો પાસેથી થયેલી વસુલાતની રકમ જિલ્લા તાલુકા પંચાયતોએ સરકારમાં જમા કરાવ્યા અંગેનું નિયત નમુના મુજબ પ્રમાણપત્ર સાથે જ દરખાસ્ત આ કચેરીને મોકલવાની રહેશે . આ દરખાસ્તો તા.૦૭-૦૬-૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે ... શૂન્ય માંગણીઓ હોય તો પણ આ પ્રમાણપત્ર દિન -૧૫ માં આ કચેરીને મોકલી આપશો . પ્રમાણપત્ર સિવાય કોઈ દરખાસ્તો સ્વીકારવામાં આવશે નહીં તેની નોંધ લેશો . ૨૦૨૧-૨૨માં કરેલી દરખાસ્તો ઉપર જે તે વર્ષમાં ગ્રાંટ ફાળવણી કરી દેવામાં આવી છે , તેમાં બાકી રહેલી તથા મોડી રજૂ થયેલી દરખાસ્તો દફતરે થયેલ હોઇ , વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાકીની તમામ અરજીઓ સાથે નવેસરથી દરખાસ્તો રજૂ કરવાની રહેશે . બીજા કે ત્રીજા હપ્તો ચૂકવવા માટેની કમીટેડ અરજીઓની માહિતી પત્રક -૧ માં આપવી . પ્રમાણપત્ર સાથેની દરખાસ્ત તા .૦૭ / ૦૬ / ૨૦૨૨ સુધીમાં રજુ કરવામાં નહી આવે તો ગ્રાંટ ફાળવણી થઇ શકશે નહિ , તેથી બીજા કે ત્રીજા હપ્તામાં વિલંબ તથા અન્ય વહીવટી પ્રશ્નોની જવાબદારી આપની રહેશે . વધુમાં મકાન બાંધકામ વાહન પેશગી માટે કેટલી રકમની જરુરીયાત છે , તેની વિગતો નિયત પત્રક ૧ થી ૪ માં તથા ઉકત પરીપત્ર સાથેના નિયત પત્રક -૩ માં યાદી સ્વરુપે મોકલવાની રહેશે , શિ.વિ.ના તા.૧૦ ૩-૦૩ના પત્રાંકઃ પગર - ૨૦૦૨-૨૧૭૬ - વની સુચના અનુસાર આ સદરે મંજુર કરવામાં આવેલ મકાનપેશગીની ગત વર્ષે મંજુર કરેલ ગ્રાન્ટ પૈકી વણવપરાયેલ બચત રકમ સરકારી સદરે પરત જમા કરાવી તેનું ચલણ દરખાસ્ત સાથે અચુક સામેલ કરવાનું રહેશે . તેમજ વર્ષ ૨૧-૨૨માં ફાળવેલી ગ્રાંટમાંથી જે શિક્ષકોને પેશગી મંજૂર કરેલ હોય તેની વિગતો અલગ પત્રથી નીચેના પત્રકમાં રજૂ કરવી . ક્રમ નામ મંજૂર રકમ ચૂકવેલ રકમહેતુ ( તૈયાર મકાન / મકાન બાંધકામ ) ખરીદી બાંધકામના રજૂ માસિક હપ્તાની રકમ કરેલ આધાર બચત રકમ રીવેલીડ કરવા કોઈ દરખાસ્તો સ્વીકારવામાં આવશે નહી તથા બચત રહેવા અંગેના કારણો દરખાસ્ત સાથે રજુ કરવાના રહેશે .
પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગીની દરખાસ્તો મોકલવા અંગે