નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવા બાબત

Join Whatsapp Group Join Now

નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવા બાબત  


મહત્વપૂર્ણ લિંક

નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 મા વાર્તા સ્પર્ધાના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 





નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવા બાબત 

https://project303.blogspot.com/2022/05/Nipun-bharat-pakhvada-ujavani.html




નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવા બાબત 



  - ‘ નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવા બાબત . સંદર્ભ - ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો તા : ૨૮ / ૦૪ / ૨૨ ના પત્ર ક્રમાંક : 01-0212022 - IS.13 પાયાની સાક્ષરતા અને ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભમાં દર્શાવેલા પત્ર અંકજ્ઞાનની સાર્વત્રિક ઉપલબ્ધી સુનિશ્ચિત થાય એવાં વાતાવરણનું નિર્માણ થાય અને એના થકી પ્રત્યેક બાળક ધોરણ 3 નું શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધીમાં વાચન , લેખન અને ગણનમાં અપેક્ષિત યોગ્યતા કેળવે એવા હેતુથી 5 મી જુલાઈ 2021 થી ‘ નિપુણ ભારત મિશન’ની શરૂઆત કરવામાં આવેલ છે . આ ત્યારે જ થઇ શકે જ્યારે આપણામાંથી દરેક વ્યક્તિ મિશનનાં લક્ષ્યો આત્મસાત કરે અને આ લક્ષ્યોની પ્રાપ્તિ માટે જવાબદારી સ્વીકારે . તેથી નિપુણ ભારત મિશનની જાણકારી પાયાના સ્તર સુધી પહોંચે એ જરૂરી છે . આ સંદર્ભમાં , કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખ 4 થી 18 મે , 2022 દરમિયાન ' નિપુણ ભારત પખવાડા'ની ઉજવણી કરવામાં આવી રહી છે . ' નિપુણ ભારત પખવાડા'નો હેતુ વિવિધ સ્ટેકહોલ્ડર્સ ( નીતિ તૈયાર કરનાર , શૈક્ષણિક આયોજનકારો , સંચાલકો , માતાપિતા , શિક્ષકો અને સમુદાય ) ને નિપુણ ભારત મિશન , મિશનના લક્ષ્યો અને તેમાં જોડાયેલ દરેકની ભૂમિકા વિશે જાગૃત કરવાનો છે . નિપુણ ભારત પખવાડાનો અન્ય હેતુ બાળકોના શિક્ષણ અને વિકાસમાં સમુદાય - જાગૃતિ અને વ્યાપક સમુદાય - સહભાગીતાનો પણ છે . તમામ બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનના સશક્ત કૌશલ્યો વિકસાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાષ્ટ્રીય , રાજ્ય , શાળા / ક્લસ્ટર / બ્લોક / જિલ્લા સ્તરે શ્રેણીબદ્ધ કાર્યક્રમો સાથે 4 થી 18 મે , 2022 દરમિયાન ‘ નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવામાં આવનાર છે . તારીખ 4 મે , 2022 ના રોજ આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરેથી વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે . આ વેબીનારમાં આપના જિલ્લાના તમામ વાલીઓ / શિક્ષકો / આચાર્યો / સીઆરસી / બીઆરપી / બીઆરસી તથા ડાયટ અને જિલ્લા પ્રોજેક્ટ કચેરીના તમામ કર્મચારીઓ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને કેળવણી નિરીક્ષકશ્રીઓ ભાગ લે તેવો પ્રયત્ન કરવા વિનંતી છે . વેબિનારમાં ભાગ લેવા માટેની લિંક : https://youtu.be/mWsV_ghDh8A  



‘ નિપુણ ભારત પખવાડા'ના આયોજન માટેની માર્ગદર્શિકા આ પત્ર સાથે સામેલ છે . માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબના વિવિધ કાર્યક્રમો આપના જિલ્લામાં શાળા / ક્લસ્ટર / બ્લોક / જિલ્લા સ્તરે યોજાય તે સુનિશ્ચિત કરવા વિનંતી છે . બી.આર.સી. / યુ.આર.સી. / સી.આર.સી . કૉ - ઓર્ડીનેટર દ્વારા આયોજન કરવાનું રહેશે . વેકેશન દરમિયાન બાળકો ઘરે રહીને પણ આ પ્રવૃત્તિઓ કરી શકે તે બાબત સુનિશ્ચિત કરવા વિનંતી.આ કાર્યક્રમ હેઠળની તમામ પ્રવૃત્તિઓ કોવિડ -19 પ્રોટોકોલને અનુસરીને યોજવાની રહેશે 




નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવા બાબત 

નિપુણ ભારત પખવાડા’ની ઉજવણી કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR