![](https://1.bp.blogspot.com/-FxPyJnfA5MA/X8u_1ezHsiI/AAAAAAAADIQ/73OxNZzSJFMD0FSxxfmUpTd8CIV9ZzT6gCLcBGAsYHQ/s0/whatsapp-png-whatsapp-transparent-png-image-1012-min.png)
તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજૂરી આપવા બાબત
મહત્વપૂર્ણ લિંક
પ્રવાસી શિક્ષકોની ભરતી માટે માહિતી મોકલવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રવાસી શિક્ષકની નિમણૂંકની મુદતમાં વધારો કરવા બાબત 4-4-2022 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રવાસી શિક્ષક પગારબીલ Excel ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
પ્રવાસી શિક્ષકો ભરતી બાબત 19-2-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજૂરી આપવા બાબત
તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજૂરી આપવા બાબત
તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજૂરી આપવા બાબત . સંદર્ભઃ- ( 1 ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : બમશ / 1014 / 140 / ગ તા .21 / 12 / 2015 ( 2 ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : બમશ / 1014 / 140 / ગ તા .20 / 12 / 2021 ( ૩ ) આ કચેરીના ક્રમાંકઃ પ્રાશિનિ / ક - નીતિ / 2021 / 9082-9167 તા .24 / 12 / 2021 ઉપર્યુક્ત વિષય પરત્વેના શિક્ષણ વિભાગના સંદર્ભ -1 ઠરાવથી રાજ્યની જિલ્લા / નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી રહેલ જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલ છે . જે અન્વયે શિક્ષણ વિભાગના સંદર્ભ -2 પત્રથી ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે તાસદીઠ માનદવેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણુંક આપવાની મંજૂરી આપેલ છે . જે અન્વયે આ કચેરીના સંદર્ભ -૩ ના પત્રથી આપેલ તમામ જિલ્લાઓને પ્રવાસી શિક્ષકો ભરવા અંગેના માંગણાપત્રક રજૂ કરવા સૂચના આપેલ હતી . જિલ્લાઓ તરફથી મળેલ માંગણાપત્રક ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ તરફથી મંજૂર કરેલ ગ્રાન્ટની મર્યાદામાં આ સાથે સામેલ એનેક્ષર -૧ થી ૩ અનુસાર જીલ્લાવાર પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે . જે જીલ્લાવાર ફાળવેલ પ્રવાસી શિક્ષકોની મર્યાદામાં જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી એ નીચે મુજબની શરતોને આધીન તા .01 / 03 / 2022 થી તા .31 / 03 / 2022 સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક સબંધિત જિલ્લા અધિકારીએ કરવાની રહેશે .
1. ખાલી જગ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરતાં તા .31 / 08 / 2021 ની સ્થિતિએ મંજૂર થયેલ સેટઅપ અનુસાર મંજૂર મહેકમ કરતાં શિક્ષકોની સંખ્યા વધે નહીં તે જોવાનું રહેશે . 2. સ્થાનિક કક્ષાએ શાળાના મુખ્ય શિક્ષકે શાળાના એક સિનિયર શિક્ષક તથા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સંયુક્ત રીતે પ્રવાસી શિક્ષકની નિમણુંક કરવા નિર્ણય કરવાનો રહેશે . 3. જિલ્લા / નગર શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં જ્યાં હાલ એક શિક્ષકવાળી શાળા છે ત્યાં બીજો શિક્ષક મળવાપાત્ર હોય તો તેવા કિસ્સામાં પ્રવાસી શિક્ષક માટે તેવી શાળાઓને પસંદગીમાં પ્રાથમિકતા આપવાની રહેશે . 4. ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત - વિજ્ઞાનના શિક્ષકોને પ્રાથમિકતા આપવાની રહેશે . 5. ધો -1 થી 5 અને ધો -6 થી 8 ની ખાલી જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતાં ઉમેદવારોની નિમણૂંક કરવાની રહેશે . 6. એનેક્ષર -1 થી 3 અનુસાર મંજુર કરેલ પ્રવાસી શિક્ષકોને આપના જીલ્લાની કઇ શાળાઓમાં નિમણુંક આપવામાં આવેલ છે . તેની શાળાવાર યાદી જીલ્લા કક્ષાએથી એકત્ર કરી હાર્ડકોપી અને સોફ્ટકોપીમાં આ કચેરીને તા .15 / 03 / 2022 સુધીમાં આ કચેરીને રજુ કરવાની રહેશે . યાદી રજુ કરતી વખતે આ સાથે સામેલ ગ્રાન્ટ માંગણી પત્રક તથા પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી એ રજુ કરવાનું રહેશે . 7. પ્રવાસી શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં . 8. જે નિયમિત શિક્ષક / વર્ગનુ શૈક્ષણિક કાર્ય પ્રવાસી શિક્ષક સંભાળે છે . તે શિક્ષક / વર્ગની શૈક્ષણિક કામગીરી સિવાયની અન્ય તમામ કામગીરી મુખ્ય શિક્ષકે કરવાની રહેશે . 9. ધોરણ 1 થી 5 ની શાળામાં વિદ્યાર્થી સંખ્યા ધ્યાને રાખી 60 સુધીની વિદ્યાર્થી સંખ્યા હોય તો વધુમાં વધુ એક જ પ્રવાસી શિક્ષકની નિમણૂંક કરવાની રહેશે . 10. અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વર્ગદીઠ શિક્ષકનો રેશિયો નક્કી થયેલ હોઇ , તેમાં ખૂટતા શિક્ષક માટે જ પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવાની રહેશે . 11. સદર પ્રવાસી શિક્ષકો નિમણુંક વાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી / ચુકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી એ તેમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે . 12. પ્રવાસી શિક્ષકને કામ સોંપવા માટે કોઈ લેખિત હુકમ કરવાના રહેશે નહીં . committee on the } }
13. શિક્ષણ વિભાગના તા .20 / 12 / 2021 ના ઠરાવની શરતો અનુસાર તાસ પદ્ધતિ ન હોઇ , ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન રૂ .510 / - અને ઉચ્ચક માસિક મહત્તમ વેતનની મર્યાદા રૂ .10,500 / - થી વધે નહી તે મુજબ પ્રવાસી શિક્ષકોને માનદ વેતન ચુકવવાનું રહેશે . 14. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પુરતા જ પ્રવાસી શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે . 15. પ્રવાસી શિક્ષકોને ચૂકવવાના થતાં માસિક પગારની રકમ જીલ્લા કક્ષાએથી ફાળવણી કરી શાળા કક્ષાએથી જે તે શિક્ષકને RTGS મારફતે જ ચૂકવવાનો રહેશે તથા તેની વિગતો સબંધિત જીલ્લા અધિકારીએ આ કચેરીને રજૂ કરવાની રહેશે . 16. ઉપરોકત શરતો ઉપરાંત શિક્ષણ વિભાગના તા .21 / 12 / 2015 અને તા .20 / 12 / 2021 ના ઠરાવ તથા વખતોવખતના અન્ય ઠરાવની જોગવાઇઓ અને શરતોનું પાલન કરવાનું રહેશે . 17. આ યોજના અંતર્ગત નિયમાનુસાર પ્રવાસી શિક્ષકોની નિમણુંક અને માનદ વેતનની ચુકવણી થાય તે અંગેની તકેદારી સબંધિત અધિકારીશ્રીએ રાખવાની રહેશે . તેમજ તેમા ચૂક થવાને કારણે ભવિષ્યમાં કોઇ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી સબંધિત અધિકારીની રહેશે .
તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજૂરી આપવા બાબત