૨૬ જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસતાક દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત

Join Whatsapp Group Join Now

૨૬ જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસતાક દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત 


મહત્વપૂર્ણ લિંક

વાલી સંમેલન બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 




૨૬ જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસતાક દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત

https://project303.blogspot.com/2022/01/vali-sammelan-2022-paripatra.html

https://project303.blogspot.com/2022/01/vali-sammelan-2022-paripatra.html

https://project303.blogspot.com/2022/01/vali-sammelan-2022-paripatra.html

https://project303.blogspot.com/2022/01/vali-sammelan-2022-paripatra.html

https://project303.blogspot.com/2022/01/vali-sammelan-2022-paripatra.html



૨૬ જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસતાક દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત

 ૨૬ જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસતાક દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત . શ્રીમાન , ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , દર વર્ષે રાજયની તમામ પ્રાથમિક શાળાઓ , આશ્રમ શાળાઓ અને કે.જી.બી.વી માં બે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવે છે.જે અન્વયે પ્રથમ વાલી સંમેલન ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૧ તથા .બીજું વાલી સંમેલન ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આયોજન કરવાનું થાય છે.જે અન્વયે વર્ષ - ૨૦૨૧ ૨૨ માં પ્રથમ વાલી સંમેલન પૂર્ણ કરવામાં આવેલ છે અને બીજુ વાલી સંમેલન ૨૬ જાન્યુઆરીના રોજ આયોજન કરેલ છે . જે વાલી સંમેલન અન્વયે " દીકરીની સલામ દેશને નામ " કાર્યક્રમની ઉજવણી કરવા જણાવવામાં આવે છે..નીચે મુજબના મુદાઓની ચર્ચા કરવાની રહેશે .. ( ૧ ) વાલી સંમેલનના ચર્ચા કરવાના મુદાએ > સમગ્ર શિક્ષા ની અલગ અલગ એકટીવીટીની ચર્ચા . > શાળામાં શિક્ષણ WSDP ( Whole School Development Plan ) પર વિચારણા અને ચિંતન . > શાળા સ્વચ્છતા , ટોયલેટ સ્વચ્છ તેમજ ચોખ્ખું પાણી અંગે ચર્ચા . > બાળકોના પ્રવેશ નિયમિતતા શિક્ષણની ગુણવત્તા . > ૪ થી ૧૮ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોના પ્રવેશ . > ૬ થી ૧૪ વર્ષના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના આયોજન બાબત . > વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો CWSN સાધન સામગ્રીની પ્રાપ્તિ તથા તેના ઉપયોગની જાણકારી . > ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન . > ડ્રોપ આઉટ અને કન્યા માધ્યમિક શિક્ષણ માટે ચિંતન . > જ્ઞાનકુંજ પ્રોજેકટ , સ્કૂલ ઓફ એકસીલન્સ કાર્યક્રમ બાબતે ચર્ચા . સાંસ્કૃતિક પ્રવૃતિઓ રમત ગમતના કાર્યક્રમો બાબતે વિચારણા વૃક્ષારોપણ , જળસંચય , ગ્રીનસ્કુલ , કમ્પ્યુટર લેબનો ઉપયોગ માટે વિચારણા . 

( ૨ ) વાલી સંમેલનમાં આમંત્રિત - એસ.એમ.સી / કે.એમ.સીના સભ્યો ઉપરાંત શાળામાં ભણતાં અન્ય બાળકોના વાલીઓ , જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યકિતઓ , ગામના રોલ મોડેલ સમાન વ્યકિતઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા કેળવણીકારો . ( ૩ ) શાળાઓમાં પ્રવૃતિઓની ચર્ચા બીજા સત્રના વાલી સંમેલનમાં તમામ એસ.એમ.સી.માં , આશ્રમ શાળાઓ કે.જી.બી.વી માં ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસત્તાક દિન નિમિત્તે " દીકરીની સલામ દેશને નામ " કાર્યક્રમની ઉજવણી કરવાની રહેશે.આ કાર્યક્રમ અંતગર્ત આ વર્ષે ગામમાં જેટલી દીકરીઓનો જન્મ થયો હોય તેટલી દીકરીઓ અને તેમના માતા - પિતાને આમંત્રણ પત્રિકા આપીને બોલાવવાના રહેશે . આ ઉપરાંત ગામમાં સૈાથી વધારે જે દીકરી ભણેલ હોય અને હાલ ગામમાં રહેતી હોય તેવી દીકરીને અને તેના માતા - પિતાને ગામની શાળા વ્યવસ્થાપન સમિતિ દ્રારા જાન્યુઆરી -૨૦૨૨ ના દિવસે શાળા કક્ષાએ બોલાવી પ્રથમ હરોળમાં બેસાડી તેમનું સન્માન કરવું અને તેમને સ્મૃતિ ચિન્હ આપવું તેમજ ગામની સૌથી વધુ ભણેલી દિકરીને મુખ્ય અતિથિ બનાવી તેની પાસે ધ્વજવંદન કરાવવું.જેમાં CWSN દિકરી જો ગામમાં હોય તો તેને પ્રથમ પસંદગી આપવી . ( ૪ ) શાળા સુવિધા ગ્રાન્ટની ચર્ચા વાલી સંમેલન અને ૨૬ જાન્યુઆરી -૨૦૨૨ ના કાર્યક્રમના સરભરા ખર્ચ રૂ .૨૦૦ / છે.તેમાંથી સ્મૃતિચિહન પેટે ખર્ચ અને ડોકયુમેન્ટેશનના રૂ .૧૦૦ / -મંજુર થયેલ છે.જેથી તમામ સરકારી પ્રાથમિક શાળાઓ , આશ્રમ શાળાઓ તથા કે.જી.બી.વીમાં શાળા દીઠ રૂ .૩૦૦ / -ખર્ચ કરવાનો રહેશે . આ ખર્ચ GOG Budget EDN - 10 હેઠળ ઉધારવાનો રહેશે.આ અંગેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી એસ.એમ.સી કે.એમ.સી માં PFMS થી જમા થાય તે રીતે કાર્યવાહી કરવા ડી.પી.સીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે . ( ૫ ) વાલી સંમેલન માં નીચે મુજબની ખાસ તકેદારી રાખવીઃ વાલી સંમેલનમાં આવનાર સભ્યોને ( કોવીડ -૧૯ ) ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે . . . . . વાલી સંમેલનની સફળતાની શરતો માટે અસરકારક આયોજન તથા મોનીટરીંગ કરાવવાનું રહેશે . જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંધ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા ડોકયુમેન્ટેશન કરાવવાનું રહેશે વાલી સંમેલનમાં જે સુચનો થયા હોય તેનું સત્વરે અમલીકરણ થાય તે ખાસ જોવાનું રહેશે . 

( ૬ ) ભારત સરકારના શિક્ષા મંત્રાલયના બેટી બચાવો બેટી પઢાઓ ફલેગશીપ કાર્યક્રમને વેગ આપવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવે છે . સદર કાર્યક્રમ ની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી કયુઇએમ શાખા દ્વારા ફાળવવાની રહેશે.સમગ્ર કાર્યક્રમ નું સુચારૂ આયોજન થાય તે માટે મદદનીશ જીલ્લા કો.ઓર્ડીનેટર ક્યુ.ઇ.એમ. અને મદદનીશ જિલ્લા કો.આર્ડિનેટર - ગર્લ્સ એજયુકેશન સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.આ ઉપરાંત મદદનીશ જિલ્લા કો.આર્ડિનેટર ગર્લ્સ એજયુકેશન દ્રારા સામેલ પત્રક મુજબની માહિતી gujcmssa@gmail.com ઇમેલ આઇ.ઇ.ડી પર મોકલી આપવા જણાવવામાં આવે છે . 


શાળા આચાર્ય વ્હાલી દીકરી દીકરી . સુપુત્રી શ્રીમતિ ...  સુપુત્રી શ્રી .. સરનામું જે પત શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે પત્ર જાવક : આશા છે કે તમે ( તું ) સ્વસ્થ હશો ( કુશળક્ષેમ હશો ) અને પોતાના કુટુંબમાં પ્રત્યેક ખુશીનો આનંદ માણતા હશો.તમે તમારા જીવનનાં પહેલા વર્ષમાં છો અને તમારી કિલકિલાટથી ( હાસ્યથી ) તમારું ઘર આંગણું ગુંજી રહયું હશે.અમે તમને જણાવવા ઈચ્છીએ છીએ કે તમારા ઘરની નજીક જ એક શાળા છે જેમાં આવનાર વર્ષોમાં તમારા નાના –નાના પગલાં પડશે અને તમે કેટલાંય વર્ષ ત્યાં શિક્ષણ મેળવનાર છો . તમને ( તને ) એ પણ જણાવવાં ઈચ્છીએ છીએ કે , અમે ૨૬ મી જાન્યુઆરીએ ભારત ગણરાજ્યનો ગણતંત્ર દિવસનો ઉત્સવ ઉજવીએ છીએ.આ દિવસે ગામની સૌથી વધુ ભણેલી તમારી મોટી બહેન ( દીદી ) ધ્વજ વંદન કરશે અને આ ગણતંત્ર ઉત્સવને ઉજવવા બધા બાળકો , મોટેરાઓ ભાગ લેશે , તો હવે તમે પણ અહીંના નાગરિક છો તો આ ગણતંત્રના ઉત્સવમાં ( પર્વમાં ) તમારે ઉપસ્થિત રહેવું એ અતિ આવશ્યક છે . આથી તમારી નજીકની શાળા તથા શાળા વ્યવસ્થાપન સમિતિ તમને આ ઉત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવીએ છીએ.તમને બેસવા માટેની વ્યવસ્થા સૌથી પહેલી હરોળમાં કરેલ છે , જેથી તમે કોઈ પણ વિક્ષેપ વગર આ કાર્યક્રમને જોઈ શકો.આશા છે કે તમે આ કાર્યક્રમમાં સકુટુંબ પધારશો અને પોતાની નજીક શાળામાં પહેલા ભ્રમણ કરશો.ખુબ ખુબ શુભ કામનાઓ સાથે ફરીથી વ્હાલભર્યું આમંત્રણ ... ઠંડી બહુ છે , પોતાની સંભાળ લેવી , આશા છે કે આ ૨૬ મી જાન્યુઆરીએ મુલાકાત અવશ્ય થશે . ” પ્રાથમિક શાળા શિક્ષણ વિભાગ , ગુજરાત સરકાર તાઃ ૨૬ મી જાન્યુઆરી- ૨૦૨૨ , આશીર્વાદ સાથે તમારી નજીકની શાળા અને તથા શાળા વ્યવસ્થાપન સમિતિ 


૨૬ જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસતાક દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત

૨૬ જાન્યુઆરી -૨૦૨૨ પ્રજાસતાક દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR