વર્ષ ૨૦૨૧-૨૨ રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના
મહત્વપૂર્ણ લિંક
ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે આપવામાં આવશે સહાય વાંચો સંપૂર્ણ યોજના
વર્ષ ૨૦૨૧-૨૨ રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના
વર્ષ ૨૦૨૧-૨૨ રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના
, વર્ષ ૨૦૨૧-૨૨ રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે . કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઇ.ટી. ટેકનોલોજીનાં ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અધ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે . જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી , વરસાદની આગાહી , સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી , ખેડૂત ઉપયોગી પ્રકાશનો , નવીનતમ ખેત પદ્ધતિ , રોગ - જિવાત નિયંત્રણની તકનીકી , ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા વિગેરે જેવી બાબતો માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે . સ્માર્ટફોન વપરાશકારનાં હાથમાં આસાનીથી રહી શકે , ફોટોગ્રાફ્સ , ઇ - મેઇલ , ટેક્ષ્ટ તથા મલ્ટીમીડિયા જેવા મેસેજની આપલે થઇ શકે . ડિજિટલ કેમેરા , મલ્ટીમીડિયા પ્લેયર , જી.પી.એસ. , ટચ સ્ક્રીન , વેબ બ્રાઉઝર , ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિગેરે જેવી સુવિધા સાથેનો સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદે તથા રાજ્યનાં ખેડૂતો સ્માર્ટફોન થકી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે હેતુસર વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) અને ( ૨ ) પરના પત્રોથી ખેતી નિયામકશ્રીએ રાજ્યનાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની બાબતે કરેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે , રાજ્યના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અંતર્ગત નવી બાબત તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ .૧૫૦૦.૦૦ લાખ ( અંકે રૂપિયા એક હજાર પાંચસો લાખ ) નો ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવાનું આથી ઠરાવવામાં આવે છે . ( ૧ ) યોજનાની સહાય બાબત : ખેડૂત દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ .૧૫૦૦૦ / - સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે . જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૧૦ % સહાય અથવા રૂ .૧૫૦૦ / - બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે . દા.ત. કોઇ ખેડૂત રૂ . ૮૦૦૦ / -ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના ૧૦ % મુજબના રૂ . ૮૦૦ / - અથવા રૂ .૧૫૦૦ / - બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ . ૮૦૦ / - સહાય મળવાપાત્ર થાય અને જો કોઈ ખેડૂત રૂ . ૧૬૦૦૦ / -ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના ૧૦ % લેખે રૂ . ૧૬૦૦ / - અથવા રૂ . ૧૫૦૦ / - બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ . ૧૫૦૦ / - સહાય મળવાપાત્ર થાય .
આ સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે , સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ ડીવાઇઝ , ઇયર ફોન , ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થઇ શકશે નહીં . ( ૨ ) લાભાર્થીની પાત્રતા : આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે . આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે . સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮ - અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે . ( ૩ ) લાભાર્થીએ અરજી કરવાની પદ્ધતિ : આ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા i - khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે . ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રીન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે . ( ૪ ) અરજીઓની ચકાસણી અને પાત્રતા નકકી કરવાની કાર્ય પદ્ધતિ : અરજદાર તરફથી i - khedut પોર્ટલ પર મળેલ અરજી સંબંધિત વિસ્તરણ અધિકારી ( ખેતી ) / તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા નિયમિત ચકાસણી કરી અરજીની પાત્રતા / બિનપાત્રતા નકકી કરી - Khedut પોર્ટલમાં પોતાના લોગ ઇન એકાઉન્ટમાંથી યોજના હેઠળની અરજીઓનું પાત્રતા / બિનપાત્રતા સ્ટેટસ નિયમિત અપડેટ કરવાનું રહેશે . સંજોગોવશાત પાત્રતાના સ્ટેટસમાં ફેરફાર કરવાનો થાય તો દિન ૧૫ માં જિલ્લા ખેતીવાડી અધિકારીની મંજૂરીથી કરી શકાશે . જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આવા ફેરફાર મંજૂરીના કારણો નોંધવાના રહેશે . ( ૫ ) અરજીઓની મંજૂરી અને સહાય ચૂકવણી અંગેની કાર્યપદ્ધતિ : ( ક ) ચાલુ વર્ષે ખેતી નિયામકશ્રી દ્વારા નિયત થયેલ સમય પત્રક મુજબ આ યોજના હેઠળ આઇ - ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાની રહેશે . નિયત કરેલ લક્ષ્યાંક મુજબ એક લાખ લાભાર્થીની સંખ્યા જિલ્લા વાર પ્રો - રેટા બેઝિઝ ઉપર ખેતી નિયામકશ્રી દ્વારા ફાળવી આપ્યા પછી દરેક જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક જેટલી જ અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે મેળવવાની રહેશે તથા તેની નિયમાનુસાર લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે પૂર્વ મંજૂરી આપવાની કામગીરી નિયમિત ધોરણે કરવાની રહેશે . નિયત સમય મર્યાદામાં મળેલ કુલ પાત્રતા ધરાવતી અરજીઓની સંખ્યા જે તે જિલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક કરતા ઓછી હોય તો ખેતી નિયામક દ્વારા જરૂરિયાત મુજબ આઇ ખેડૂત પોર્ટલની મુદત વધારવા કાર્યવાહી કરવાની રહેશે . ( ખ ) લક્ષ્યાંકની મર્યાદામાં મળેલ પાત્રતા ધરાવતી અરજીઓને તાલુકા અમલીકરણ અધિકારીએ મંજૂર કરી સબંધિત અરજદારને પૂર્વ મંજૂરી પત્ર આપવાના રહેશે . ( ગ ) I - Khedut પોર્ટલમાં મંજૂર કરનાર અધિકારી / કર્મચારીના લોગઇન એકાઉન્ટમાં અરજી મંજૂર કર્યાની ઓનલાઇન નોંધણી કરવાની રહેશે અને યોજના હેઠળના ઘટક માટે મંજૂર કરાયેલ અરજીની સબંધિત અરજદારને તેઓના સરનામે લેખીત / ઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં એસએમએસ ( sms ) / ઇ મેઇલ / અન્ય વ્યવસ્થાથી પણ જાણ કરવાની રહેશે .
( ઘ ) પસંદ થયેલ લાભાર્થીઓનીએ પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી દિન .૧૫ માં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે . ( ચ ) નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિંટઆઉટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે . ( i ) સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલ ( ii ) મોબાઇલનો IMEI નંબર , ( iii ) ૮ - અ ની નકલ ( iv ) રદ કરેલ ચેક ( v ) આધાર કાર્ડની નકલ ( ૪ ) સબંધિત કચેરીએ સાધનિક પુરાવસહ અરજી મળ્યેથી જરૂરી ચકાસણી કરી I - Khedut પોર્ટલ પર અરજીનું સ્ટેટસ અપડેટ કરવાનું રહેશે . ત્યારબાદ અરજદાર ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલ સ્માર્ટફોન પર સહાયની રકમનું અરજદાર ખેડૂતને ચુકવણું કરવા સારૂ ખેતીવાડી ખાતાનાં સક્ષમ અધિકારીએ ચુકવણા દરખાસ્ત તૈયાર કરી ચુકવણાં અર્થે સબંધિત નોડલ એજન્સીને મોકલી આપવાની રહેશે . ( ટ ) સંબંધકર્તા જિલ્લાઓ તરફથી ચુકવવાપાત્ર દાવાઓ રજૂ થયે નોડલ એજન્સી ગુ.રા.બી.નિગમ . , ગાંધીનગર દાવા હેઠળના લાભાર્થી ખેડૂતના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ES ( Electronic Clearance Service ) / RTGS ( Real Time Gross Settlement ) / એકાઉન્ટપે ચેક / NEFT મારફત ચુકવણી કરવાની રહેશે . ( ૬ ) સામાન્ય શરતો અને બોલીઓ : ( ૧ ) . આ યોજનાનો અમલ રાજયના તમામ જિલ્લાઓમાં કરવાનો રહેશે . ( ૨ ) એક લાખ લાભાર્થીની સંખ્યા મુજબ જિલ્લા વાર પ્રો - રેટા બેઝિઝ ઉપર ખેતી નિયામકશ્રીએ લક્ષ્યાંક ફાળવવાના રહેશે . આ યોજનાનાં નિયંત્રણ અધિકારી ખેતી નિયામકશ્રી રહેશે . ( ૩ ) આ યોજનાના ઘટક માટે જિલ્લા ખેતીવાડી અધિકારી અમલીકરણ અધિકારી રહેશે . ( ૪ ) આ યોજનાનો લાભ મેળવવા આઈ - ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે . ( ૫ ) તાલુકા અમલીકરણ અધિકારીએ ગામ વાઈઝ ઘટકનું નામ , લાભાર્થીનું નામ , ખાતા નંબર , સ્માર્ટફોનની કિંમત સહાયની રકમ , લાભ આપ્યાનું વર્ષ વગેરે વિગતો ધરાવતું રજિસ્ટર નિભાવવાનું રહેશે . ( ૬ ) આ યોજનાની સહાયની રકમ સીધી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે . તેમજ અરજી કરવાની , સહાય ચુકવણી અને કામગીરી કરવા માટે અરજી ફોર્મ / પ્રમાણપત્ર વિગેરે ખેતી નિયામકશ્રીએ નિયત કરવાના રહેશે . ( ૭ ) આ યોજનાના અમલીકરણની બાબતમાં કોઇ મુદ્દો ઉપસ્થિત થાય તો ખેતી નિયામકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે . ( ૮ ) આ યોજનાની ગ્રાન્ટ ખેતી નિયામકશ્રીએ સંબંધિત નોડલ એજન્સી - ગુજરાત રાજય બીજ નિગમ , ગાંધીનગરને ફાળવવાની રહેશે . ( ૯ ) સહાયના ચુકવણા માટેની નોડલ એજન્સી ગુજરાત રાજ્ય બીજ નિગમ , ગાંધીનગર રહેશે .
( ૧૦ ) સંબંધિત નોડલ એજન્સીએ ગ્રાન્ટ વપરાશના પ્રમાણપત્રો ( યુટીસી ) નિયત નમૂનામાં ખેતી નિયામકશ્રી , ગાંધીનગરને સમયસર મોકલવાના રહેશે . તેમજ સબસિડી સહિત થનાર ખર્ચના વિગતવાર હિસાબો તથા ઓડિટને લગતી કામગીરી કરવાની રહેશે . ( ૧૧ ) ચૂકવણા અંગેની નિયત પદ્ધતિ મુજબ સંબંધિત નોડલ એજન્સીએ સહાયની રકમ ECS ( Electronic Clearance Service ) / RTGS ( Real Time Gross Settlement ) થી લાભાર્થીના ખાતામાં જમા કરવાની રહેશે . ( ૧૨ ) સમયાંતરે જરૂરીયાત અનુસાર કરવામાં આવતા ફેરફારો કે માર્ગદર્શક સુચનાઓ ઘટકના અમલીકરણ માટે પણ લાગુ રહેશે . ( ૧૩ ) યોજનાનાં અમલીકરણ બાબતમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો અર્થઘટન / તાંત્રિક બાબતો અંગેનો આખરી નિર્ણય સચિવશ્રી ( કૃષિ ) ના પરામર્શમાં ખેતી નિયામકશ્રી કરી શકશે . ( ૧૪ ) આ યોજનાના અમલીકરણ માટે આઇ - ખેડૂત પોર્ટલ પર અરજીપત્રક અને તેને આનુષંગિક પત્રકો ખેતી નિયામકશ્રીએ નિયત કરવાના રહેશે . ( ૧૫ ) આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે . ( ૧૬ ) પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે . ( ૧૭ ) આ અંગેનું ખર્ચ રાજય સરકારના સ્થાયી તેમજ વખતો - વખત લાગુ પડતા ઠરાવો / પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે . ( ૧૮ ) આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિંધ્ધાતોનો અમલ કરવાનો રહેશે . ( ૧૯ ) આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહી . બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે . ( ૨૦ ) યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે . ( ૨૧ ) આ યોજનાનું અમલીકરણ DBT ( Direct Benefit Transfer ) પધ્ધતી મારફત કરવાનું હોય , આ અંગે નાણા વિભાગના તા .૨૯ / ૦૯ / ૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : MIS / 10 / 2014 / 0175 / N ની જોગવાઇઓનું પાલન કરવાનું રહેશે . ( ૨૨ ) યોજનાના લાભ માટે દર્શાવેલ સ્માર્ટફોનના બીલની ખરાઇ માટે સ્માર્ટફોન વેચનાર એજન્સીના GST No. તેમજ GST ની રકમ ચુકવેલ દર્શાવેલ હોવી જોઇએ . ( ૨૩ ) સદર સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે , સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ ડીવાઇઝ , ઇયર ફોન , ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થઇ શકશે નહીં . ( ૨૪ ) યોજનાના અમલીકરણની તારીખ બાદ પ્રસ્તાવિત નિયત સમયમર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે . ( ૨૫ ) પ્રસ્તુત કામે ટેન્ડર પ્રોસેસીંગ બાબતમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્ર . એસપીઓ ૧૦૨૦૦૫-૧૪૦૭-૨ . તા .૨૨ ૧૧ ૨૦૦૬ અન્વયે ઈ - ટેન્ડરિંગ બાબતમાં કરવામાં આવેલ જોગવાઇઓ / સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ( ૨૬ ) આ મંજૂરી અન્વયે જો કોઇ વસ્તુની ખરીદી કરવાની હોય તો તેને સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે . ( ૨૭ ) વર્ષના અંતે જો કોઇ બચત રહે તો પરત કરવાની રહેશે . ( ૨૮ ) આ જોગવાઇનો ખર્ચ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરવાનો રહેશે .
આ અંગેનું ખર્ચ નીચેના બજેટ સદરે ઉધારવાનો રહેશે . અ.ન બજેટ સદર ૧ . માંગણી નંબર મુખ્ય સદર ગૌણ સદર : ૦૨ : ૨૪૦૧ પાક કૃષિ વ્યવસ્થા . : ૧૦૫ ખાતર અને રાસાયણિક ખાતર પેટા : ૨૯ - અનુસૂચિત જાતિ અને જન જાતિ સદર સિવાયના ખેડૂતોને માટે કૃષિ સહાયક કાર્યક્રમ બજેટ જોગવાઇની રકમ રૂ . ૧૫૦૦.૦૦ લાખ આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા .૧૯ / ૧૧ / ૨૦૨૧ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે . .
વર્ષ ૨૦૨૧-૨૨ રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના
વર્ષ ૨૦૨૧-૨૨ રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના