કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત

Join Whatsapp Group Join Now

 કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત






https://project303.blogspot.com/2021/06/anath-balak-sahay.html


કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત  તારીખ : ૧૧/૦૬/૨૦૨૧ પ્રસ્તાવના : માર્ચ -૨૦૨૦ થી દેશમાં કોવિડ -૧૯ મહામારી ગંભીર રીતે ફેલાયેલ છે . કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ઘણા બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થયેલ છે . માતા - પિતાના અવસાનથી અનાથ બનેલ બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ અગ્રતાના ધોરણે આપવાની બાબત સરકારશ્રીની સક્રીય વિચારણા હેઠળ હતી . પુરતી વિચારણાના અંતે કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમિયાન આવા અનાથ બનેલ બાળકોને સહાય આપવા નીચે મુજબની યોજના અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે છે . ઠરાવ : કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમિયાન , નીચે દર્શાવેલ પાત્રતા મુજબ , અનાથ બનેલ બાળકોના ભરણપોષણ , શિક્ષણ , આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ , લોન અને સહાય આપવા " મુખ્યમંત્રી બાળ સેવા યોજના " નામની જુદા જુદા વિભાગોને આવરી લેતી નવી યોજના નીચેની શરતોને આધીન અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે છે . પાત્રતા ; ( અ ) ૦ થી ૧૮ વર્ષ સુધીની વય જુથના જે બાળકોના માતા અને પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે . ( બ ) કોરોનાના સમયગાળા અગાઉ જે બાળકના માતા / પિતા બંનેનું અવસાન થયું હોય તે બાળકના પાલક માતા / પિતા ( Adoptive Parents ) પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાન


https://project303.blogspot.com/2021/06/anath-balak-sahay.html




અવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે . ( ક ) જે બાળકના એક વાલી ( માતા કે પિતા ) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી માતા કે પિતા ) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે ઉક્ત પાત્રતા મુજબ વિભાગવાર મળવાપાત્ર સહાય નીચે મુજબ રહેશે . ( અ ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ( ૧ ) સહાય પેટે દર માસે બાળક દીઠ રૂ .૪,૦૦૦ / - ( અંકે રૂપિયા ચાર હજાર પૂરા ) , બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યા સુધી મળવાપાત્ર થશે . બાળક જે માસમાં અનાથ બનેલ હોય તે માસથી આ સહાય મળવાપાત્ર થશે . ( ૨ ) ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફટર કેર યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય ૨૧ વર્ષની ઉમર સુધી મળવાપાત્ર થશે . ( ૩ ) ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક / યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય- એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી તેમને આફ્ટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે . ( ૪ ) ઉક્ત મુદ્દા નં .- ( ૨ ) અને ( ૩ ) માટે કોઇ પણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફીકેટ , ડિપ્લોમા , સ્નાતક , અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે . વધુમાં સરકારમાન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ ( Skil Development Training ) પણ પાત્ર ગણાશે . ( ૫ ) નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ( ક્ત કન્યાઓ માટે ) , નિવાસી શાળાઓ , સમરસ હોસ્ટેલો / સરકારી હોસ્ટેલોમાં , જે તે વિભાગની નિયમાનુસારની પ્રક્રિયામાં અગ્રતા આપી , પ્રવેશ આપવામાં આવશે . ( ૬ ) આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય મળવા પાત્ર થશે . ( ૭ ) અનુસૂચિત જાતિ ( SC ) , સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ ( SEBC ) , વિચરતી / વિમુક્ત જાતિ ( NT / DNT ) અને આર્થિક પછાત વર્ગ ( EWS ) ના બાળકોને સામાજિક ન્યાય અને


https://project303.blogspot.com/2021/06/anath-balak-sahay.html



અધિકારીતા વિભાગ અને અનુસૂચિત જનજાતિ ( ST ) ના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો , પરિપત્રો , નિયમોને આધીન રહીને અગ્રતાના ધોરણે મંજુર કરવામાં આવશે . ( ૮ ) સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે . ( ૯ ) રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણીક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે . શિક્ષણ વિભાગ અનાથ બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ( MYSY ) નો લાભ આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે . ( ક ) શ્રમ અને રોજગાર વિભાગ ( ૧ ) ૧૪ વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ અગ્રતાના ધોરણે આપવામાં આવશે . ( ડ ) અન્ન , નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ અનાથ બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અગ્રતાના ધોરણે લાભ આપવામાં આવશે . ( ઈ ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ( ૧ ) અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ ( MA ) કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે . યોજનાની સામાન્ય શરતો : ( ૧ ) “ મુખ્યમંત્રી બાળ સેવા યોજના " ના અમલીકરણ માટે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગે નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે . ( ૨ ) માર્ચ -૨૦૨૦ થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ( 3 ) જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતુ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . ( ૪ ) ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં , બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં જ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર ( DBT ) થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે



https://project303.blogspot.com/2021/06/anath-balak-sahay.html




જ્યારે ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં , અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તે વ્યક્તિના પોતાના એકલાના નામે જ બેંક ખાતુ ( Bank A / c in . single name ) ખોલવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર ( DBT ) થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે . ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર ( DBT ) થી જમા કરવામાં આવશે . જો આ યોજના હેઠળ સહાય મેળવતું બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતુ હોય તો જ્યાં સુધી તેનું શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે . ( 5 ) Huart Cool Sponsorship & Foster Care Approval Committee ( SFCAC ) અરજી મળ્યા તારીખથી સાત દિવસથી અંદર અરજી મંજુર / નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે . આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજી પત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા . એકમને નિયત કરેલ દસ્તાવેજો સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવાની રહેશે ( ૮ ) આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખતના લાગું પડતાં ઠરાવો / પરિપત્રો અને નિયમોને આધીન રહીને કરવાનો રહેશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની જે યોજના માટેનો ખર્ચ જે તે બજેટ સદરેથી કરવાનો રહેશે જ્યારે અન્ય વિભાગો હેઠળની યોજના માટેનો ખર્ચ જે તે વિભાગના લાગુ પડતા બજેટ સદરેથી કરવાનો રહેશે આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા.૧૧-૦૬-૨૦૨૧ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે . 


મહત્વપૂર્ણ લિંક


લેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.









 કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત

કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR