ધોરણ છ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.
મહત્વપૂર્ણ લિંક્સ
તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે
ધોરણ છ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક
ગણિતનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે . તે ફક્ત આપણને રોજિંદી પરિસ્થિતિમાં કેવળ મદદ જ નથી કરતું પરંતુ તર્કપૂર્ણ વિવેચન , નિરપેક્ષ વિચાર અને કલ્પનાશક્તિનો વિકાસ કરવામાં સહાયક બને છે . તે જીવનને સમૃદ્ધ બનાવે છે અને વિચારોને નવાં પરિમાણો ઉપલબ્ધ કરાવે છે . ગૂઢ નિયમોને શીખવાનો સંઘર્ષ , તર્કને સમજવા અને રચવાની તાકાત આપે છે . સંકલ્પનાઓ વચ્ચેના આંતરસંબંધોને સમજવા માટેની ક્ષમતા ઉત્પન્ન કરે છે . આપણી આ સમૃદ્ધ સમજ અન્ય વિષયના ગૂઢ વિચારોને ઉકેલવામાં મદદ કરે છે . તે આપણને ઉત્તમ પૅટર્ન , નકશા , ક્ષેત્રફળ અને કદના માપનને સમજવામાં તથા આકૃતિ અને આકાર વચ્ચેની સમાનતા સમજવામાં ઉપયોગી છે . આ સંબંધને શક્ય તેટલાં બધાં ક્ષેત્રોમાં બહાર લાવવાની જરૂર છે . ગણિત શીખવું એ માત્ર ઉકેલ કે પદ્ધતિઓ યાદ કરવાનો મહાવરો નથી પરંતુ સમસ્યાઓને ઉકેલવાનો મહાવરો છે . અમે આશા રાખીએ છીએ કે તમે તમારા વિદ્યાર્થીઓને જાતે પ્રશ્ન રચવાની અને તેને ઉકેલવાની ભરપૂર તક પૂરી પાડશો . અમારું માનવું છે , કે વિદ્યાર્થીઓને તેઓ કરી શકે તેટલા વધુ કોયડાઓ રચવા કહેવું તે સારો વિચાર સાબિત થશે અને વિદ્યાર્થીઓને ગણિતની નવી સંકલ્પનાઓ અને સિદ્ધાંતો સમજવામાં સહાયરૂપ થશે . જેમ જેમ તેઓ સ્વયં કોયડાઓ ઉકેલવાનો આત્મવિશ્વાસ કેળવતા જશે તેમ તેમ વધુ વૈવિધ્યપૂર્ણ અને જટિલ કોયડાઓ રચી પણ શકશે . ગણિતનો વર્ગ જીવંત અને આદાન - પ્રદાનયુક્ત હોવો જોઈએ જે વિદ્યાર્થીઓને સંકલ્પનાઓ સ્વયં સ્પષ્ટ કરવાની સમજ કેળવવામાં , મોડલ બનાવવામાં તથા પરિભાષાઓનો વિકાસ કરવામાં મદદ કરે . ભાષા અને ગણિત શીખવા વચ્ચે ગાઢ સંબંધ છે . વર્ગખંડની ચર્ચામાં બાળકોને ગણિતના વિચારો અને તેમના અનુભવોનું જોડાણ કરવાની ઘણી તક રહેલી છે . આ ચર્ચામાં તેમને તેમની ભાષા કે શબ્દોનો ઉપયોગ કરવામાં અવરોધવા ન જોઈએ અને તેમની ઔપચારિક ભાષા ધીમે ધીમે પ્રસ્થાપિત થવા દેવી જોઈએ . બાળકોને પરસ્પર ચર્ચા કરવાનો અવકાશ હોવો જોઈએ અને તેઓ પાઠ્યપુસ્તકમાંથી શું સમજ્યા છે તે પ્રસ્તુત કરવાનો તથા તેના સંદર્ભમાં પોતાના અનુભવના ઉદાહરણ રજૂ કરવાની તક મળવી જોઈએ . તેઓને પુસ્તકના સમૂહવાચન માટે તથા તેમાંથી તેઓ શું સમજ્યા તેને રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ . ગણિતમાં કલ્પનાશક્તિની જરૂર છે . આ એક એવી શાખા છે કે જેમાં વિદ્યાર્થી વ્યાપક પરિણામ શોધી તેની
રચના કરે અને તેને તર્ક વડે સાબિત કરે . ટૂંકમાં , શીખવા માટે બાળકોને યોગ્ય સામગ્રી , અનુભવો તથા પાઠના સ્વરૂપને જાણવા માટે જાણીતા સંદર્ભોની જરૂર પડશે . આપને વિનંતી છે કે તેમને આ સામગ્રી પૂરી પાડો અને એ પણ ધ્યાનમાં રાખો કે તેઓ તેના પર આધારિત નું બની જાય . એ પણ સ્પષ્ટ કરવું પડશે કે આ પુસ્તક સાબિત કરવા માગે છે કે ચકાસણી અને સાબિતીમાં ભેદ છે . આ બંને બાબતો ઘણીવાર ગૂંચવણમાં મૂકે છે . અમે આશા રાખીએ છીએ કે આપ ચકાસણીની બાબત સાબિતી સાથે ભળી ન જાય તેની કાળજી રાખશો . આ પુસ્તકમાં એવી ઘણી બધી પરિસ્થિતિઓ ઉપલબ્ધ કરવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થી સિદ્ધાંતો અથવા પૅટર્નને ચકાસી શકશે અને તેમાંના અપવાદોને શોધી શકવાનો પ્રયત્ન કરશે . જ્યાં એક બાજુ વિદ્યાર્થીઓ પાસે એ આશા રાખવામાં આવે છે કે પૅટર્નનું અવલોકન કરે અને તેને વ્યાપક બનાવે જયારે બીજી બાજુ પેટર્નના વિસ્તૃતીકરણમાં પૅટર્નના અપવાદોને શોધી નવી પરિસ્થિતિમાં તેને વ્યાપક બનાવી તેની યથાર્થતા ચકાસે . ગણિતના વિચારોને શીખવા માટે આ પણ એક અનિવાર્ય અંગ છે અને તેટલા માટે તમે કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકો કે જે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોય તેવા સ્વાધ્યાય બનાવી શકાય . તેમને એવી ઘણી તકો પૂરી પાડવી જોઈએ કે જ્યાં તેઓ જાતે કોયડાઓ ઉકેલે અને મેળવેલ ઉકેલના સમાધાનને પ્રદર્શિત કરે એ અપેક્ષા રાખવામાં આવે કે તમે વિદ્યાર્થીઓને એવી તકો પૂરી પાડો કે જેથી જુદા - જુદા વિચારો માટે તર્કસંગત દલીલ કરી શકે . તેની પાસે એ પણ અપેક્ષા રાખવામાં આવે કે તર્કસંગત દલીલનું તે પાલન કરે અને રજૂ કરેલી દલીલોની ખામીઓ શોધે . એ એમના માટે એટલે જરૂરી છે કે તેમનામાં કંઈક પ્રમાણિત કરવાની સમજની ક્ષમતા આવે તથા કોઈ અદેશ્ય સંકલ્પના માટે આત્મવિશ્વાસ કેળવાય . આપના વર્ગમાં એ અપેક્ષા રાખવામાં આવે છે કે ગણિત એક ક્રિયાત્મક અને ખોજના વિષય તરીકે ઉભરે ; નહીં કે માત્ર જૂના અને જટિલ પ્રશ્નોના બીબાઢાળ જવાબો શોધવાનો માત્ર અભ્યાસ . ગણિતના વર્ગને આંખ મીંચીને ક્રમબદ્ધ સૂચનાઓ સમજવા માટેના રૂપમાં રજૂ નહીં કરવો જોઈએ . પરંતુ બાળકોને તેમના પ્રશ્નોના ઉકેલના વિવિધ ભાગો શોધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ . એમને એ અવગત કરવાની જરૂર છે કે અહીં ગણતરી અને સંકલ્પનાઓ માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે તથા પ્રશ્નના ઉકેલ માટેની અનેક પદ્ધતિઓ અપનાવી શકાય છે . તમે એવી સમસ્યાઓ ઉમેરી શકો છો કે જેને ઉકેલવા માટે ઘણી જ તકો ઉપલબ્ધ હોય અને ગણિતનો અર્થ સારી રીતે સમજવામાં મદદરૂપ થાય . અમે અહીંયા પ્રકરણોને એકબીજા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે અને અગાઉનાં પ્રકરણોમાં શીખી ગયેલ સંકલ્પનાઓનો તેમની પછીનાં પ્રકરણોની શરૂઆત કરવા માટે ઉપયોગ કર્યો છે , અમને અપેક્ષા છે કે આપ તેને સારી તકના સ્વરૂપમાં ઉપયોગ કરશો તથા આ સંકલ્પનાઓની ઉત્તરોત્તર વૃદ્ધિના સ્વરૂપમાં પુનરાવર્તન કરશો કે જે બાળકોની ગણિત પરત્વેની વિભાવનાત્મક સંકલ્પનાઓ રચવામાં સહાય કરે . આપને વિનંતી છે કે ઋણ સંખ્યાઓ , અપૂર્ણાકો , ચલ અને એવી બાબતો કે જે બાળકો માટે નવીન છે તેના માટે વધુ સમય આપશો . આમાંથી ઘણી બધી સંકલ્પનાઓ આગળ ગણિત શીખવા માટે આધારરૂપ છે .
અમે આશા રાખીએ છીએ કે આ પુસ્તક બાળકોને આનંદપૂર્વક ગણિત શીખવા અને તેમની જાતે પૅટર્ન અને કોયડાઓની રચના કરવામાં આનંદ આપશે . તે આત્મવિશ્વાસથી કોઈ પણ ડર વગર ગણિત શીખશે તથા પરસ્પરની ચર્ચાઓ દ્વારા એકબીજાને મદદ કરશે . એની સાથે વધુમાં આશા રાખીએ છીએ કે આપ તેમને ધ્યાનપૂર્વક સાંભળવાનો સમય કાઢશો અને એ વિચારોને ભાર આપશો કે જેની બાળકોમાં દઢ કરવાની જરૂર હોય . આ સાથે બાળકોને પોતાના વિચારોને સ્પષ્ટ કરવામાં તથા શાબ્દિક અભિવ્યક્તિ કે ક્રિયાત્મક સ્વરૂપ આપવામાં મદદ કરશો . આ પુસ્તક વિશે આપના વિચારો કે સૂચન આવકાર્ય છે અને અમને આશા છે કે આપ એવી રસપ્રદ પ્રવૃત્તિઓ મોકલશો કે જેને તમે ભણાવતી વખતે વિકસાવેલ હોય . જેથી હવે પછીની આવૃત્તિમાં તેનો સમાવેશ કરી શકાય .
ધોરણ છ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.