ધોરણ ત્રણ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.

Join Whatsapp Group Join Now

 ધોરણ ત્રણ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


મહત્વપૂર્ણ લિંક્સ 

તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે



https://project303.blogspot.com/2021/05/std-3-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-3-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-3-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-3-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-3-all-textbook.html


ધોરણ-3 ચોપડી


જ્યારે આ રાષ્ટ્રીય કક્ષાના પાઠ્યપુસ્તક બનાવવાનું કાર્ય થતું હતું ત્યારે આ પુસ્તકના વિકાસ ઉત્પાદન માટે કામ કરી રહેલ ટુકડીને રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખા ( NCF 2005 ) મુજબ હેતુઓ અનુવાદ કરવાનું કાર્ય પડકારરૂપ લાગ્યું . આ પ્રક્રિયા દરમિયાન ચર્ચા થયેલા થોડા મુદાઓ લખાણનું કામ બજાવી રહેલ ટુકડી વહેંચવા માગે છે . બાળક પોતાની આસપાસનું પર્યાવરણ સાકલ્યવાદી રીતે જુએ છે અને કોઈ પણ વિષયનું સમાયોજન વિજ્ઞાન ” અને “ સામાજિક વિજ્ઞાન ” માં કરતા નથી , તેથી એવું વિચારવાનું આવશ્યક બન્યું કે આ પુસ્તકનું બે ભિન્ન વિભાગોના બદલે સંકલન કરવું . વિયોની યાદીની કાર્યવાહીના બદલે અભ્યાસક્રમને જાતે જ જોડાયેલ અને આંતર સંબંધિત સૂચિત વિષયોની સમજનો વિકાસ કરવાનો છે . પુસ્તકમાં શારીરિક , સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભો વિવેચનાત્મક રીતે દર્શાવેલા છે , જેથી બાળકને પસંદગીઓથી માહિતગાર કરી શકાય . રાષ્ટ્રીય કક્ષાએ લખવાનો પડકાર , વિવિધ વર્ગખંડોનાં બહુ સાંસ્કૃતિક પરિમાણોને પ્રતિબિંબિત કરવાનો હતો . દરેક સમુદાય , સંસ્કૃતિ અને જીવન જીવવાની રીતને સરખું મહત્ત્વ બાળક આપે તે ખૂબ જ જરૂરી હતું . પુસ્તક લખવામાં આવ્યું ત્યારે , અમે સંબોધન કરી રહ્યા છે તે કોણ બાળક છે . તે મોટો પ્રશ્ન હતો . શું તે મોટા શહેરની મોટી શાળાનો બાળક છે અથવા ઝૂંપડપટ્ટીની શાળાનો , નાના નગરનો બાળક , ગામડાંની શાળા અથવા પર્વતીય પ્રદેશની દૂરસ્થ શાળાનો બાળક છે ? અમે કેવી રીતે આવા વિભિન્ન જૂથને સંબોધન કરીએ ? તેને જાતિ , વર્ગ , સંસ્કૃતિ , ધર્મ , ભાષા , ભૌગોલિક પરિસ્થિતિ વગેરે વિભિન્નતાનો સામનો કરવાની જરૂર પડે છે . આ પુસ્તકમાં કેટલાક આવા મુદાઓનું સંબોધન કરવામાં આવ્યું છે , જે શિક્ષકે પણ તેની પોતાની શૈલીમાં સંવેદનાત્મક રીતે ઉકેલવું પડશે . આ વિસ્તારને સંબંધિત ચિંતાઓ મુદાઓની ચર્ચા કરતા પહેલાં , તમે આ વિસ્તારના અભ્યાસક્રમ મુજબ જાઓ , જે વ્યાપક રીતે છ વિષયો જેવા કે , કુટુંબ પરિવાર અને મિત્રો , ખોરાક , પાણી , રહેઠાણ , મુસાફરી અને આપણે બનાવતા અને કરતા હોય તેવી વસ્તુઓમાં વિભાજિત કરેલ છે . જે NCERT ની વૅબસાઇટ પર ઉપલબ્ધ છે ( vwww.ncbi.nic.in છે . તે તમને તમારા વિષયને સારી રીતે સમજાવામાં અને તમારી અધ્યાપન - અધ્યયનનું આયોજન વધારે અસરકારક બનાવવામાં મદદ કરશે . પુસ્તકના વિષયવસ્તુના કેન્દ્રમાં બાળક છે , જે તેને અન્વેષણ માટે ખૂબ જ જગ્યા પૂરી પાડે છે . ગોખણપટ્ટીને અને વર્ણન તથા વ્યાખ્યાઓને ટાળવાનો અહીં સભાનપણે પ્રયત્ન કરવામાં આવ્યો છે . માહિતી આપવી સરળ છે , પરંતુ સાચો પડકાર તો બાળકને જ્યાં તે ગાઈ શકે , તેમની જિજ્ઞાસાવૃત્તિ બાંધી શકે , પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ , પ્રશ્નો પૂછે , પ્રયોગો કરવા વગેરેની તકો આપવી તે છે . તેના જ સંદર્ભમાં બાળક પુસ્તક સાથે કાર્યરત રહે તે માટે વર્ણન , કવિતા , વાર્તા , કોયડાઓ , જિગ્સો , વિનોદી વાર્તાઓ વગેરે જેવા વિવિધ પાસાઓના ઉપયોગ કરવામાં આવેલ છે . વાર્તાઓ અને વર્ણન બાળકને સંવેદનશીલ બનાવવાના સાધનની રીતે ઉપયોગ થયેલ છે , બાળકને વાર્તા વર્ણનનાં ચરિત્રો સાથે વધારે સરળતાથી તાદાભ્ય કરાવી શકાય છે . જ્ઞાનનું સર્જન કરવામાં બાળકનો સક્રિય ભાગ લેવો એ મહત્ત્વનું છે . પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓનો ખપ છે કે , બાળકોને અવલોકન માટે બગીચાઓ , ખેતરો , જળ - સંસ્થાઓ , સમુદાયોમાં વગેરે જગ્યાઓ લઈ જવાની , પર્યાવરણ - અભ્યાસ પ્રાથમિક રીતે વર્ગખંડની દીવાલોની બહાર પુનરુક્ત કરવામાં આવે . બાળકના સ્થાનિક જ્ઞાનને શાળાના જ્ઞાન સાથે જોડવાના પ્રયત્નો કર્યા છે . અહીં તે દર્શાવવું જરૂરી છે કે , પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ ફક્ત સૂચક છે . પ્રવૃત્તિઓ અને સાધનો બંને શિક્ષકો દ્વારા સ્થાનિક સંદર્ભો મુજબ સુધારી શકાય છે . પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય અંતે આપવાના બદલે પાઠમાં આંતરિક રીતે સમાવેશ કરેલ છે . પુસ્તકમાં ખૂબ જ વિવિધતાપૂર્ણ પ્રવૃત્તિઓ આપેલ છે જેથી બાળકને સર્જન , અવલોકન , દોરવું , વિભાજિત કરવું , બોલવું , પ્રશ્નો , લખવું , યાદી વગેરેની બાળકને તકો મળે . ઘણીબધી પ્રવૃત્તિઓ તેઓને વસ્તુઓને હાથમાં લઈ કુશળ વ્યવહાર કરવા તક આપશે જેથી તેઓમાં ઉચ્ચારણ કુશળતાનો વિકાસ થાય . કેટલાક તેઓની સર્જનાત્મક અને રચનાત્મક કુશળતાની સાથે તેમની રસલક્ષી ઇન્દ્રિયોને સમાદ કરી . બાળકોની સરળતા માટે દરેક પ્રવૃત્તિઓ ચર્ચા દ્વારા તેઓ જે અવલોકન કરે અને શીખે તેનું એકીકરણ કરવામાં આવે છે . ઉપર્યુક્ત પ્રશ્નો અથવા સૂચકો સાથે બાળક જ્યાં એકલો ના પહોંચી શકે તેનાથી આગળ તેની સમજને વધારવાની છે . બાળકોને પુસ્તક અને શિક્ષકો સિવાય બીજા સ્ત્રોતો જેવા કે કુટુંબીજનો , સમુદાયના સભ્યો , સમાચારપત્રો , પુસ્તકો વગેરેથી જાણવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં છે . આ બતાવે છે કે , ફક્ત પાઠ્યપુસ્તક જ માહિતીનો સોત નથી . ઇતિહાસની સમજનો વિકાસ કરવા બાળકોને વૃદ્ધો પાસેથી ભૂતકાળ જાણવા પ્રોત્સાહિત કરે છે . આ પ્રવૃત્તિઓથી વાલીઓ અને સમુદાયના સભ્યોને શાળામાં સાંકળવા અને શિક્ષકોને બાળકની પૃષ્ઠભૂમિ જાણવામાં વૃદ્ધિ કરશે . બાળકોનાં પુસ્તકોમાં ઉદાહરણ એક મહત્ત્વનો ભાગ છે . લખાણ - ટુકડીએ ધ્યાનમાં રાખ્યું છે કે , પુસ્તકમાં ઉદાહરણો લખાણની પ્રકૃતિ પ્રતિબિંબિત કરે છે . ઉદાહરણ દ્વારા વિષયવસ્તુનો વિકાસ મોટી વિચારણા છે . ઉદાહરણો એવી રીતે લેવામાં આવ્યાં છે કે , જે લખાણની શૈલીનું પૂર્ણ રીતે અભિવાદન કરે છે . ઉદાહરણો બાળકને આનંદ અને પડકાર પૂરાં પાડે તેવા હોવા જોઈએ . પ્રવૃત્તિઓને જુદી તારવવા ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે . તેની યાદીનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે . પુસ્તક બાળકોને જુદા - જુદા પ્રકારની જેવી કે વ્યક્તિગત રીતે , નાના જૂથમાં અને મોટા જૂથમાં પણ કામ કરવાની તક પૂરી પાડે છે . જૂથમાં અભ્યાસથી દેશ્ય અભ્યાસ અને વ્યવહાર - કુશળતામાં વધારો કરે છે . જૂથમાં કામ કરતાં બાળકો ખાસ કરીને હસ્તકલાનો અને કલાના અભ્યાસની મજા માણે છે . બાળકો જ્યારે તેમની સર્જનાત્મક સાહસોને નકારવાના બદલે અથવા તેમના મોટેરાઓ દ્વારા અવગણના , ઓછું મહત્ત્વ આપવાના બદલે પ્રોત્સાહન મળે તો ઉત્સાહિત થઈને પ્રતિસાદ આપે છે અને ખુશ થાય છે . પુસ્તકમાં પ્રવૃત્તિઓ અને પ્રશ્નોનો ઉદ્દેશ ફક્ત બાળકના જ્ઞાનને ચકાસવાનો જ નહિ , પરંતુ બાળકોને પોતાની જાતને અભિવ્યક્ત કરવાની તક પૂરી પાડવાનો છે . બાળકોને આ પ્રવૃત્તિઓ અને પ્રશ્નો પર કામ કરવા પૂરતો સમય આપવો જોઈએ , જ્યાં સુધી દરેક બાળકને પોતાની ગતિ ના મળે ત્યાં સુધી આગળ જાય નહિ . દરેક શિક્ષક મૂલ્યાંકન માટે પોતાના વિદ્યાર્થીઓ માટે પોતાની અધ્યાપનની રીત અને સ્થાનિક સંદર્ભોના ઉપયોગથી પોતાની કલ્પનાશક્તિનો વિકાસ કરે . પર્યાવરણ - અભ્યાસમાં આકારણી માટે અભ્યાસ અને મૂલ્યાંકનની પ્રક્રિયાને સારી રીતે સમજવા , NCERT એ પ્રાથમિક કક્ષાએ આ વિસ્તાર પર પુસ્તકના સ્રોતોનો વિકાસ કર્યો છે . તમે આ લખાણ મુજબ જશો તો તે ઘણું ઉપયોગી નીવડશે . બાળકનું વર્ગમાં અથવા બહાર સંપાદિત કરેલાં કામ દ્વારા તેની ક્ષમતાઓ કૌશલ્યોનું પ્રાથમિક રીતે મૂલ્યાંકન થવું જોઈએ . મૂલ્યાંકન એ સતત અને સર્વગ્રાહી પ્રક્રિયા છે અને બાળકની તેણે કરેલ અવલોકન , પૂછેલ પ્રશ્નો , દોરેલું , ચર્ચાઓ , જૂથમાં લખેલું વગેરેથી આકારણી થવી જોઈએ . વર્ગખંડમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અનુસરવા અધ્યયન - અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રશ્નોનો પુસ્તકમાં આંતરિક સમાવેશ કરેલ છે . તમારે પણ તે જ રીતે અનુસરવાનું છે . જ્યારે પુસ્તકીય સાધનોનો વિકાસ કરવામાં આવ્યો ત્યારે એક મોટી ચિંતા બાળક સમક્ષ આપણા સમાજની મોટી વિવિધતા જેવી કે આપણી શારીરિક ક્ષમતાઓ , આર્થિક પૃષ્ઠભૂમિ , વર્તન વગેરે જેવી વસ્તુઓ તેના માર્ગમાં પ્રતિબિંબિત થાય છે અને ક્યાં રહીએ છીએ , કેવી શાળામાં જઈએ છીએ , કેવી રીતે વાત કરીએ છીએ , વિચારવાની રીત , ખાવાનું , પહેરવેશ , સામાન્ય સુવિધાઓ વગેરે યોગ્ય રીતે સંવેદનશીલતાપૂર્વક રજૂ કરવાની હતી અને ઇચ્છીએ છીએ દરેક બાળક દરેક સમાજની વિવિધતા ઓળખે , આ વિવિધતાને માન આપે અને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે . શિક્ષકોએ આવા સામાજિક મુદ્દાઓને સંવેદનશીલતાપૂર્વક હાથ ધરવા વધારે સાવધાન રહેવું પડશે , ખાસ કરીને જ્યારે વર્ગના ખાસ જરૂરી હોય તેવા બાળકોને અથવા મુશ્કેલીભર્યા બનાવોના સમયે . લખાણ - ટુકડી ફક્ત બાળકોને જ નથી જોતી પરંતુ શિક્ષકોને પણ જુએ છે , જે વ્યક્તિગત રીતે જ્ઞાનનું સર્જન કરે છે અને જે - તે પોતાના અનુભવોથી સર્જે છે . પુસ્તક શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવાતા અધ્યયન અધ્યાપનના ઘણાંબધાં સાધનોમાંથી એક છે , જેની આસપાસ શિક્ષક પોતાની અધ્યયન - પ્રક્રિયા ગોઠવી બાળકોને અધ્યયનની તક પૂરી પાડે છે . NCF - 05 મુજબ પર્યાવરણ અભ્યાસ વર્ગ 1 અને વર્ગ 2 ના અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ નથી . તેમ છતાં જરૂરી ક્ષમતાઓ કૌશલ્યો અને ચિંતા ભાષાકીય અને ગાણિતિક રીતે સંકલિત કરી સંધિ કરવામાં આવી છે . આ દિશામાં , NCERT એ શિક્ષકો માટેની માર્ગદર્શિકા , “ પર્યાવરણ - અભ્યાસ ભાષા અને ગાણિતિક ક્ષમતાઓ દ્વારા આગળના વર્ગના ” નામે બહાર પાડી છે , જેમાં ઘણીબધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરેલ છે જે તમને પર્યાવરણીય ભાગોને ભાષાકીય અને ગાણિતિક રીતે તે કક્ષા સાથે સંધિ કરવામાં મદદ કરશે . જો તમે વર્ગ 3 માં અધ્યયન - અધ્યાપન પ્રવૃત્તિની શરૂઆત કરતા પહેલાં તે જોશો તો તે તમારા વિષયવસ્તુના વિસ્તારમાં સમજ કેળવવા સઘન બનશે .





ધોરણ ત્રણ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


ધોરણ ત્રણ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR