પરિવારમાં શેર કરી શકો તેવા ગુજરાતી જોક્સનુ સંકલન ભાગ-1

Join Whatsapp Group Join Now

  પરિવારમાં શેર કરી શકો તેવા ગુજરાતી જોક્સનુ સંકલન ભાગ-1  

--------------------------------------------

--------------------------------------------

ભૂરો બે હેલ્મેટ હાથ માં લઈને ઉભો તો....


મગન - આ બે હેલ્મેટ લઈ ને કેમ ઊભો  છો ?


ભુરો : તને ખબર નથી. સરકારે જાહેર કર્યું છે કે હવે માસ્ક માંથી મુક્તિ આપવાની છે પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ માટે આકરો દંડ કરવાનો છે. તે હું આ બે હેલ્મેટ સાથે અંહિયા ઉભો છું. જે કોઇ ટુ-વ્હિલર અંહિયા થી હેલ્મેટ વગર નીકળે તેને ચેતવું છું કે આગળ ચેકીંગ છે. સરકાર ના દંડ થી બચવું હોય તો આ લો એક હેલ્મેટ તમે પહેરી લો અને આ બીજી હું પહેરી લઇશ. તમને ચેકીંગ પાર કરાવી દઈશ. તમારે મને ૧૦૦ રૂપિયા આપવાના અને વળતા ત્યાં થી બીજા હેલ્મેટ વગરના ને પકડી ને પાછો અંહિયા આવી જઈશ. દિવસ માં ૫૦ ફેરા કરૂ છું અને ૫૦૦૦ કમાવ છું....


ભૂરાએ કોમર્સ માં 5 ATKT સાથે TY પૂરું કરેલ છે....

--------------------------------------------

--------------------------------------------




https://project303.blogspot.com/2021/05/parivarik-jokes-part-1.html







એકવાર એક કંપનીના બોસે જેંતી નું ઇન્ટરવ્યુ લીધુ.


બોસ: 

ચાલો મને તમારી અંગ્રેજી ચેક કરવા દો. ચાલો વિરુદ્ધાર્થી શબ્દો જણાવો.


બોસ: Good

જેંતી: Bad


બોસ: Come

જેંતી: Go


બોસ: Ugly?

જેંતી: પિછલી


બોસ: પિછલી?

જેંતી: Ugly?


બોસ: Shut up!

જેંતી: Keep talking.


બોસ: Now stop all this.

જેંતી: Then carry on all that.


બોસ: ચુપ થઇ જા, ચુપ થઇ જા, ચુપ થઇ જા...

જેંતી: બોલતો જા, બોલતો જા, બોલતો જા...


બોસ: અરે યાર

જેંતી: અરે દુશ્મન


બોસ: Get out.

જેંતી: Come in.


બોસ: My god.

જેંતી: Your devil.


બોસ: Shhhhhhhhhhh...

જેંતી: Hurrrerrrreeeee...


બોસ: મારા બાપ ચુપ થઇ જા.

જેંતી: તારો બેટો બોલતો રહે.


બોસ: You are rejected!


જેંતી: I am selected!


બોસ: પ્રભું તમારા ચરણ ક્યાં છે?

જેંતી: વત્સ મારું માથું અહી છે.


બોસ: બાપ રે, આ કોણ પાગલ છે.

જેંતી: માં રે, આ કોણ બુદ્ધિમાન નથી.


બોસ: સાલા, ઉઠાવીને પટકી દઈશ.

જેંતી: જીજા, પટકીને ઉઠાવી દઈશ.


પછી બોસે જેંતી ને થપ્પડ👐 મારી, 

જેંતી એ સામે બે 👐👐ઠોકી દીધી.


બોસે બીજી ચાર મારી,




જેન્તી એ બોસને મારી મારી ને કોમા માં પહોચાડી દીધો.



પછી જેંતી મનમાં બોલ્યો:

"કાલે સાહેબ હોશમાં આવે એટલે રીઝલ્ટ પૂછું, આમતો મેં બધા જવાબ સંતોષકારક જ આપ્યા છે"...!




કોરોના મહામારી જોક્સ

આખી જિંદગી કાઢી નાખી બોડી બનાવવા માં.હવે ખબર પડી એન્ટીબોડી બનાવવા ની હતી.


https://project303.blogspot.com/2021/05/parivarik-jokes-part-1.html

સેલ્સમેન - " મેડમ , પગ દબાવવાનું ઈલેક્ટ્રિકમશીન લેવાનું છે ? " 

મેડમ - " ના રે ના ભાઈ મારા લગ્ન થઈ ગયાં છે .....


https://project303.blogspot.com/2021/05/parivarik-jokes-part-1.html


પોપટલાલ રાત્રે બે વાગે પરફયુમ છાંટી બેઠો હતો ત્યાં જીન આવ્યું, "વાહ સરસ સુગંધ છે ! હુ ખુશ છુ, કંઇપણ માગી લે"


"જીનભાઇ, મને *ઘરવાળી* આપો"


જીને ખૂણામાંથી સાવરણી લઇ આખુ *ઘર વાળી* દીધુ ને તુરત જ અલોપ થઇ ગયો ને પોપટલાલ પાછો *ઘરવાળી* વગર લબડી ગયો.


આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ.




સમજણ ના પડે એ બે વાર વાંચે.


 


https://project303.blogspot.com/2021/05/parivarik-jokes-part-1.html





પરિવારમાં શેર કરી શકો તેવા ગુજરાતી જોક્સનુ સંકલન ભાગ-1 



પરિવારમાં શેર કરી શકો તેવા ગુજરાતી જોક્સનુ સંકલન ભાગ-1 Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR