મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ, ઉતરાયણ પર્વની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ
મહત્વપૂર્ણ લિંક
મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ, ઉતરાયણ પર્વની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ
મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ, ઉતરાયણ પર્વની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ
પતંગ , પવન અમે પ્રેમ... ગમે ત્યારે દિશા બદલી શકે છે..
આજે મકરસંક્રાંતિના માટેની બેસ્ટ 3 App
મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવા તમારા ફોટો વાળુ કાર્ડ બનાવો મકર સંક્રાંતિ માટે અલગ-અલગ ઘણી ડીઝાઈન આપેલી છે.
ફોટો સેવ કરી DP અને સ્ટેટ્સ મા રાખી શક્સો.
સંબંધીઓને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવા આ એપ્લિકેશન નો ઉપયોગ કરો.
આજે મકરસંક્રાંતિના બેસ્ટ ફોટો માટેની App Photo Editor App
શું આપને મોડેલિંગ ફોટો પાડવાનો અને બનાવવાનો શોખ છે તો તમારા માટે ઉપયોગી બેસ્ટ App
ફોટો સ્ટુડિયોમાં બને એવો મોડેલિંગ ફોટો બનાવવા માટેની આ ખાસ એપ, શું તમે ટ્રાય કરી..??
ફોટો પાડવા માટેની NO. 1 એપ મકર સંક્રાંતિના 500થી વધારે વૉટસપ સ્ટેટ્સ
ડાઉનલોડ કરો માત્ર 10 સેકન્ડમાં
વૉટસએપમા ડાયરેકટ સ્ટેટ્સમાં મુકો
શુભકામના પાઠવવા માટે વીડિયો સ્ટેટસનો ખજાનો
સમગ્ર ભારતના સોન્ગ ના
મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ ઉપયોગી Appની માહિતી જરૂર પહોંચાડજો.
મકર સંક્રાંતિના 500થી વધારે વૉટસપ સ્ટેટ્સડાઉનલોડ કરો માત્ર 10 સેકન્ડમાં
મકર સંક્રાંતિ ની શુભેચ્છા પાઠવવા તમારા ફોટો વાળુ કાર્ડ બનાવો.
પતંગ ચગાવતા ચગાવતા તમારા મનપસંદ ગીતો વગાડો ફ્રીમા
એપ.ડાઉનલોડ કરી સેવ રાખો. મકરસંક્રાંતિ ના દિવસે ગીતો શોધવા નહિ જવુ પડે.
========================================
ઝાડ અટવાયેલા પતંગને જોઈને એમ થયું ...
હવામાં ઉડેલી પાંખ વગર ની દરેક વસ્તુ ક્યાંક તો અટવાશે જ...
========================================
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
========================================
હર પતંગ જાનતી હૈ
અંત મેં કચરે મેં જાના હૈ
લેકિન ઇસકે પહેલે હમે
આસમાન છુકર દિખાના હૈ
બસ જિંદગી ભી યહી ચાહતી હૈ
========================================
પતંગ કભી નહી કટતી
કટતા તો સિર્ફ ધાગા હૈ
ફિર ભી લોગ કહેતે પતંગ કટ ગઈ
ઐસે હી
ઇન્સાન કભી ગલત નહી હોતા
ઉસકા વક્ત ગલત હોતા હૈ
મગર લોગ ઇન્સાન કો ગલત કહેતે હૈ
========================================
પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે, માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
========================================
તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
========================================
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ.
જીંદગીમાં આવે ખુશીયોની બહાર,
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
========================================
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે.
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
========================================
પીંછા વિના મોર ના શોભે
મોતી વિના હાર ના શોભે
તલવાર વિના વીર ના શોભે
માટે તો કહું છું કે
દોસ્તો વિના ઉત્તરાયણમાં
ઘરની અગાસી ના શોભે
========================================
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
========================================
ઉડી ઉડી રે પતંગ
પેલા વાદળોને સંગ
લઈને મારું મન
આતો પ્રિતમને સંગ
========================================
ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે.
========================================
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
આસાન છે પતંગ બની ઉડવુ
અઘરુ તો છે કોઈ નો દોરો બની સાથ આપવુ
અબ તો મેરી પતંગ ભી મુજસે પૂછને લગી,
કહા ગઈ વો ફીરકી પકડ ને વાલી.
પતંગ તો એક બહાનું હતું
અહમ મા તેને ઊંચું ઉડવુ હતું
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ.
મકાઈની રોટલી, સરસવનો સાગ.
દિલની ખુશી, મિત્રોનો પ્યાર.
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
========================================
મીઠે ગુડ મેં મિલ ગયે તિલ,
ઉડી પતંગ ઓર ખીલ ગયે દિલ.
હર પલ સુખ ઓર હર પલ શાંતિ
સબકે લિએ એસી હો મકરસંક્રાંતિ.
========================================
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
========================================
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
========================================
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
========================================
પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
========================================
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
========================================
મકર સંક્રાંતિની શુભેચ્છા
પતંગનું નામ પડે એટલે દિલ આકાશને આંબવા મથે છે. ઉતરાયણ એ પતંગોથી લડી લેવાનું પર્વ છે, કોઈને હરાવી દેવાનું પર્વ છે કે જીતીને ચિચિયારીઓ પાડવાનું પર્વ છે ? જેને જે વ્યાખ્યાઓ કરવી હોય એ કરે, બાકી મારા માટે ઉતરાયણ તો પ્રેમથી જીવી લેવાનું પર્વ છે. "હાર-જીતના પાઠ શીખવે છે પતંગ તો શૂરાનો માર્ગ છે પતંગ" સકારાત્મક વલણ ધરાવતી આશાવાદી લોકો એમનો પતંગ કેટલો ઊંચે જશે તેનો જ વિચાર કરે છે જયારે અન્ય લોકો આકાશમાં ચડતા પતંગને જોઈને તેને કાપવાનો વિચાર કરે છે. અહીં ફર્ક છે માત્ર વિચારચરણીનો. આકાશના કોઈ ખૂણે પતંગના પેચ સાથે દિલના પેચ થતા હશે ત્યારે સૂર્યને વધુ ઝળહળવાનું મન થતું હશે.... આજના શુભ દિવસે પતંગ ને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈને સહેજ આત્મમંથન કરજો. આજના શુભ પર્વે નિમિતે આપ સર્વેને અંતરપૂર્વક શુભકામનાઓ પાઠવું છું...
=========================================
આખું વરસ સ્માર્ટફોન વાપરી વાપરીને તમારી વાંકી વળી ગયેલી ડોકને
સીધા કરવાનો
મોકો આપનાર અદભુત તહેવાર મકરસંક્રાંતિની આપ સર્વેને શુભકામનાઓ..
પૂંછડી હોય તો પતંગમાં સંતુલન સારું રહે....
જિંદગીનું પણ કંઈક આવું જ છે
અને પૂછડા જો એક કરતાં વધુ હોય તો પતંગ ઘુમરી એ ચળે એ પણ પાકું...
========================================
પતંગના ત્રણ અક્ષર એટલે.....
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો
સંકુચિત ન બનો.
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.
ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.
- ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે...
========================================
ઊંધિયું નામ કેવી રીતે પડ્યું????
કેમ નું અસ્તિત્વ માં આવ્યું તેના ઉપર કરેલું મેં સંશોધન.
વર્ષો પહેલાની વાત.
પતંગ ચગાવવાની શોખીન છોકરીના રૂઢિચુસ્ત પરિવાર માં લગ્ન થયા.
પ્રથમ ઉત્તરાયણ આવી ને એ નવોઢા સાસરીમાં પતંગ ચગાવવા થનગને .
હવે બન્યું એવુ કે
સાસુ એ શિયાળુ ઢગલો શાક એની આગળ મૂકી દીધા ને કહ્યું કે બહેનબા જમાઈ કુમાર અને બે ભાણીયા આવ્યા છે તો જમવાનું બનાવી દે.
પરીવારમાં પેહલે થી સાસુ, સસરા, નણંદ, દિયર અને એ પોતે ને એનો પતિ ..
હવે બીજા ૪ એક મહેમાન .
બધા ધાબે ચઢી ગયા અને નીચે એકલી આ વહુ રસોડામાં ભરાઈ ગઈ.
રસોડામાં કામ કરતાં કરતાં બધાના કાયપો છે, લપેટ, ની બુમાબૂમો ચિચિયારીઓ કાને સંભળાય.
વહુ કામ કરતા કરતા ગુસ્સામાં લાલઘૂમ. એનો પતંગનો શોખ આજે પહેલી વાર ઘરમાં ભરાઈને પૂરો થઈ શકતો નહોતો
. હવે આ ગુસ્સો બધી શાકભાજી પર ઉતર્યો ને વહુ એ જેમ તેમ આડું અવળું મોટા મોટા કટકા કરી જેમ તેમ રાંધવા મૂકી દીધું .
એકાદ કલાક પછી સાસુ અને નણંદ નીચે આવ્યા.
નીચે આવીને જોયું કે આ શું બનાવ્યું વહુ એ!
સાસુ ગુસ્સામાં તમતમી કહે આ હું
#ઊંધુંબાફીયું તે...
કઈ ભાન પડે ?..
હવે મહેમાનને શું ખવડાવવું એ વિચારી દીકરાને જલેબી અને પુરી તૈયાર મંગાવી કે કંઈક તો કોઈ ખાય .
હવે બપોરે બધા નીચે ભૂખ્યા વરૂ જેવા બની જમવા ઉત્તર્યા.
એટલા ભૂખ્યા હતા કે જાતે જ ડીશ કાઢી શાકભાજી લઈ લીધું ને પુરી જોડે ખાવા લાગ્યા.
સાસુ નણંદ હજુ કઈ બોલે સમજાવે એ પહેલાં જ તમામ લોકોના મોં માંથી વાહ શું શાક બન્યું છે - એકદમ ગરમ ગરમ મસ્ત અલગ જ પહેલી વાર જોયું
અને
ખાયું આવું તો .
સાસુ નણંદ એકબીજા ની સામે જોઈ રહ્યા ને વહુ ક્યાં ગઈ નજર નાખવા લાગ્યા તો ધાબેથી વહુની બૂમ સંભળાઈ ....
કાઇપો છે .
બૂમ સાંભળીને સાસુ નણંદ શરમાઈ ને નીચું ઘાલી ગયાં .
આ વાત ધીરે ધીરે બધે ફેલાઈ જતા વહુની આ ઊંધું બાફેલું ગુસ્સામાં તે ફેમસ ડીશ બની ગઈ ને સમય જતાં શબ્દ અપભ્રંશ બની *ઊંધિયું* બની ગયો..
છે ને રસપ્રદ ઇતિહાસ ....!! '
મકર_સક્રાંતિનુ_મહત્વ.
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.
મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.
મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.
ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.
પાક લહેરાવવા માંડે છે
આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાય ચુક્યો હોય છે અને ખેતરોમાં રવી (વસંત ઋતુ)નો પાક લહેરાય છે. ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે.
ઉત્તરાયણનુ સાંસ્કૃતિક મહત્વ
મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાના સ્થાનીક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.
તલ-ગોળના લાડુ અને પકવાન
શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછુ રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે. ખવાય છે અને વહેંચાય પણ છે. તેમા ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે. ઉત્તર ભારતમાં આ દિવસે ખિચડીનો ભોગ લગાવાય છે. ગોળ-તલ, રેવડી, ગઝકનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
સ્નાન, દાન પુણ્ય અને પૂજા
એવુ કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થઈ જાય છે નએ શુભ મહિનો શરૂ થઈ જાય છે જેથી લોકો દાન-પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે.
પતંગ મહોત્સવનો તહેવાર
આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે. પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા. આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકા માટે અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે.
સારા દિવસની શરૂઆત
ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યા સુધી ત્યજ્યુ નહોતુ જ્યા સુધી સૂર્ય ઉત્તરાયન નહોતો થઈ ગયો.
ઐતિહાસિક તથ્ય
હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ તેથી મકર સંક્રાતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે.
મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ, ઉતરાયણ પર્વની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ